________________
અપહૃષ્ટ હોય તો એના દ્વારા પ્રવૃત્તિ પણ ઢીલી-પોચી જ થાય. ને તેથી પ્રવૃત્તિઆશય કેળવવાનું-દઢ કરવાનું પ્રયોજન સરે નહીં. માટે એ ઉપાય લાભકર્તા ન નીવડવાથી ‘શુભ’ ન કહેવાય. તેથી અહીં ‘શુભ’ નો અર્થ પ્રશસ્ત ન કરતાં પ્રકૃષ્ટ કર્યો છે. વળી, સત્પ્રવૃત્તિનો ઉપાય તો પ્રશસ્ત જ હોય એ સ્પષ્ટ છે. એટલે, શુભ ઉપાયથી (પ્રાસ્ત ઉપાયથી) અત્યન્તસંગતા એવું વિધાન વ્યર્થ ઠરી જાય. માટે પણ અહીં શુભ=પ્રશસ્ત ન કહેતાં પ્રકૃષ્ટ કહ્યું છે એ જાણવું. આમાં પ્રકૃષ્ટ-પ્રકર્ષવાળો. આ પ્રકર્ષ પોતપોતાની ભૂમિકાને અનુરૂપ સમજવાનો. એટલે જેને વજ્રલબ્ધિ-કરપાત્રલબ્ધિ પ્રાપ્ત થઈ નથી એવા પણ સાધુ ‘‘નિષ્પરિગ્રહતાની સિદ્ધિ માટે વસ્ત્ર-પાત્ર બધું છોડી દઉં.’’ આવો ચાળો કરવા જાય તો પ્રગતિ નહીં, પણ પીછેહઠ થાય. ખૂબ રાક્તિપ્રદ એવું પણ ઘી, જેની હોજરી એને પચાવવા સમર્થ નથી એને ઝાડા કરવા દ્વારા અશક્તિ જ વધારે.
પોતાની ભૂમિકાને અનુસરીને કયા અવસરે કયો ઉપાય વધુ લાભપ્રદ બનશે.... કયા ઉપાયમાં પોતે વધુ રત - એકમેક બની શકરો... એના વેળા-વિધાન... આ બધા અંગેનો ઊહાપોહ એ નિપુણતા છે. આવી નિપુણતાથી યુક્ત ઉપાય એ ‘સાર’ ઉપાય તરીકે અભિપ્રેત છે.
ઉપસંહાર :- જેનું પ્રણિધાન બાંધ્યું છે તેના શુભ-સાર ઉપાયની જ્યારે જ્યારે તક મળે ત્યારે ત્યારે પ્રવૃત્તિ કરે. વળી એ પ્રવૃત્તિમાં પ્રયત્ન પૂર્વક યત્નાતિશય લાવે શીઘ્રક્રિયાસમાપ્તિની ઇચ્છા, અકાળફળૌત્સુક્ય, અન્યાભિલાષ, વિક્ષેપ વગેરે સ્વરૂપ દોષોનો પ્રયત્નપૂર્વક પરિહાર કરે... એમ અપાયનિવૃત્તિનો પર્યાપ્ત પુરુષાર્થ આદરે... આ બધું કરતાં કરતાં એવું માનસિક વલણ ઘડાઈ જાય... એવા સહજ સંસ્કાર ઊભા થઈ જાય... કે જેથી હવે શુભ-સાર ઉપાયના અવસરે એને અજમાવી લેવાનું દિલ સહજ બન્યું રહે, એ અજમાયશ પણ પોતાના પૂરા સામર્થ્યથી થાય (ઢીલો-પોંચો પ્રયાસ કરે નહીં, એવું નહીં, થાય જ નહીં...) ઔત્સુક્ય વગેરે દોષો મનમાં ઉદ્ભવે જ નહીં (અત્યાર સુધી ઉદ્ભવતા હતા, પણ એનો પ્રયત્નપૂર્વક પરિહાર હતો, હવે ઉદ્ભવતા જ નથી...) બાધક અપાયના અવસરે એનાથી દૂર રહેવાનું અંદરથી દિલ જ ચિંધ્યા કરે... (અત્યાર સુધી છતે સ્વાધ્યાયપ્રણિધાને, વાતોનો રસ હોવાથી વાતો ગમતી હતી... છતાં મનને મારીને એનાથી દૂર રહેવાનું ચાલુ હતું... એના પ્રભાવે હવે પહેલેથી મન જ વાતોને નુકશાનકર્તા જોવા માંડે છે ને એનાથી દૂર રહેવાનું સૂચવ્યા
યોગવિંશિકા...૧
28
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org