SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તવ્ય છે આવા અસન્દિષ્પનિર્ણયપૂર્વક જે પ્રયત્ન કરાયતે ઇતિર્તવ્યતાશુદ્ધ પ્રયત્ન કહેવાય છે. શક્તિને ગોપવ્યા વિના પ્રયત્ન થાય તો સિદ્ધિ સિદ્ધ થાય છે. જ્યાં સુધી અનેક વિકલ્પિત ઉપાયો વચ્ચે મન ઝોલા ખાતું હોય ત્યાં સુધી યોગ્ય ઉપાયને પણ પૂરી તાકાતથી અજમાવી શકાતો નથી. વળી વેળા-વિધિ વગેરે ન સચવાય તો પણ એ પ્રયત્ન પરિપૂર્ણ બની શકતો નથી. માટે ઉક્ત અસન્દિગ્ધ નિર્ણય આવશ્યક છે. પ્રણિધાન આશયમાં કહેલો અવિચલિત સ્વભાવ ઉપાયવિધિ અંગેની જિજ્ઞાસા જગાડે છે, જેના પ્રભાવે સ્વયં કે અન્ય યોગ્ય વ્યક્તિ દ્વારા એનો અસન્દિગ્ધ નિર્ણય થાય છે. ક્યારેક બાહ્ય ઉપાયાદિનું જ્ઞાન નથાય તો પણ કશો વાંધો આવતો નથી, ને અભ્રાન્તપ્રવૃત્તિ થયા કરે છે. (૨) ઔસુક્યાદિરહિત - “ઉપાયની પ્રવૃત્તિ અંગે ‘આ શીધ્રપૂર્ણ થાય એવી ઇચ્છા એ સુક્ય છે. એ જ રીતે ‘આદિ પદથી વિવતિ કાર્ય સિવાયના અન્ય કાર્યની ઇચ્છા તેમજ અકાળફળેચ્છા.... વગેરે પણ ઔસ્ક્ય દોષરૂપ છે એ જાણવું. વિવક્ષિત ઉપાયના અવસરે બીજા-ત્રીજો ઉપાય કે બીજી-ત્રીજી સાધના સાધી લેવાની ઈચ્છા ચાલુ ક્યિા શીધ્ર પૂર્ણ થાય એવી ઇચ્છા જગાડે છે. એટલે ઝડપથી ક્યિા કરવાનો અભિપ્રાય ઊભો થાય છે. જે વિધિ-વેળા વગેરેમાં ગરબડ ઊભી કરે છે. એ જ રીતે સાધનાનું અકાળે (વહેલું) ફળ મેળવી લેવાની ઇચ્છા તથા અન્ય સાધના કરવાની ઇચ્છા, સાધકના વિવક્ષિત ક્રિયાના ઉપયોગને શિથિલ બનાવી ગરબડ ઊભી કરે છે. માટે આવું કોઈ ઔસુક્ય ન હોય તો જ યથાર્થ પ્રયત્ન થઈ શકે છે. માટે અહીં ઔસુક્યાદિદોષોથી રહિત પ્રયત્ન હોવો જોઈએ એમ કહ્યું છે. (૩) પ્રયત્નાતિશય - વિક્ષિત ઉપાય અંગે પૂર્વે જે પ્રયત્ન હોય એના કરતાં અધિક પ્રયત્ન કરવો એ પ્રયત્નાતિશય છે. વધુ વીર્યસ્કુરણ, વધુ ચોકસાઈ, વધુ એકાગ્રતા, વધુ ઉલ્લાસ... વગેરે બધું જ અધિક પ્રયત્નરૂપ કહેવાય. બ્રહ્મચર્યગુણની સિદ્ધિ માટે શ્રાવક પાંચતિથિના બ્રહ્મચર્ય પરથી સતિથિના બ્રહ્મચર્યપાલન પર આવે.. પછી બારતિથિમાં આવે... આ બધું યત્નાતિશય કહેવાય. એમ પાલનના દિવસે સ્પર્શ વગેરે પણ વર્જવા... મનમાં પણ વિકાર ન ઊઠે એ રીતે ભાવિત થતા જવું.. આ બધું પણ યત્નાતિશય કહેવાય. પ્રવૃત્તિના પ્રારંભે મનને... “મારે મારું વીર્ય ગોપવવું નથી. બીજા-ત્રીજા ( પ્રવૃત્તિમાય છે (25 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy