________________
નિરવઘવસ્તુવિષયક - અધિકૃતધર્મસ્થાન અંગેના ચિત્તની વાત ચાલે છે. એટલે એ નિરવઘવસ્તુવિષયક હોય જ. (કારણકે ધર્મસ્થાન એ સાવઘવસ્તુ નથી.) આવા અભિપ્રાયથી શ્રી ઉપાધ્યાયજી મહારાજે યોગવિંશિકાની પ્રસ્તુત વૃત્તિમાં આ વિશેષણ મૂક્યું નથી. તેમ છતાં ષોડશકચ્છમાં આવતું આ વિશેષણ તેઓશ્રીએ પણ યોગલક્ષણાત્રિશિકામાં ચિત્ત પાપવિવર્ણિતમ્ એ રીતે મૂક્યું તો છે જ. વેપાર વગેરેનો દઢર્તવ્યતા ઉપયોગ સાવદ્ય હોવાથી જેમ પ્રણિધાન આશયમાંથી બાદ થઈ જાય છે, એમ સામાયિકમાં પૂજાવિષયક કે પૂજામાં સામાયિકવિષયક ચિત્ત પણ અપ્રસ્તુતવિષયક હોવાથી પ્રસ્તુતકાર્યનું સાધક ન બનતાં બાધક બને છે. માટે ઉપલક્ષણથી ‘અપ્રસ્તુતાવિષયક ચિત્ત પણ સમજવું એમ અનાદર, અવિધિ, અકાળ ઉતાવળવિલંબ-અન્યમુદ્દવગેરે દોષોથી પણ રહિત ચિત્ત સમજવું. ટૂંકમાં સ્વદૂષક કેસ્વનાશક જે કાંઇ હોય તેનાથી રહિત ચિત્ત પ્રણિધાનઆશયમાં આવશ્યક છે.
(પ્રણિધાન વગેરે પાંચે આશયોના વિસ્તૃત વિવેચન માટે મારું સિદ્ધિનાં સોપાન” પુસ્તક જોવા માટે ભલામણ છે.)
__ अधिकृतधर्मस्थानोद्देशेन तदुपायविषय इतिकर्तव्यताशुद्धः शीघ्रक्रियासमाप्तीच्छादिलक्षणौत्सुक्यविरहित': प्रयत्नातिशय: प्रवृत्तिः। आह च
વૃત્તિઅર્થ : અધિકૃત ધર્મસ્થાનના ઉદ્દેશપૂર્વક તેના ઉપાય અંગે ઇતિકર્તવ્યતાથી શુદ્ધ અને શીધ્ર કિયા સમાપ્તિ થાય એવી ઇચ્છા વગેરે સ્વરૂપ
સુક્યથી રહિત એવો પ્રયત્નાતિશય એ પ્રવૃત્તિ આશય છે. પોડકજીમાં કહ્યું
વિવેચનઃ હવે પ્રવૃત્તિઆશયનું નિરૂપણ કરવામાં આવે છે.
(૧) ઇતિકર્તવ્યતાશુદ્ધ - ઇતિએ પ્રમાણે... એટલે કે શાસ્ત્રમાં જે રીતે વિહિત હોય એ પ્રમાણે... બધી કર્તવ્યતાઓ વિધિઓ જળવાઈ રહે એ રીતે કરાતો પ્રયત્ન એ ઈતિર્તવ્યતાશુદ્ધ પ્રયત્ન કહેવાય. આનો ભાવાર્થ આવો છે
અહિંસા વગેરે અધિકૃત ધર્મસ્થાનના જે ઉપાયને જ્યારે અજમાવવાનો હોય ત્યારે “અત્યારે મારે આ ઉપાય અંગે જ પ્રયત્ન કર્તવ્ય છે, ને જે પ્રમાણે શાસ્ત્રમાં એના વેળા-વિધિ વગેરે કહ્યા હોય) એ પ્રમાણે જ (ઉપાયવિષયક આ) પ્રયત્ન (24)
યોગવિંશિકા...૧૩
24
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org