________________
આ બધા કારણસર સાધના પર જોર આપવા સાથે પ્રણિધાન પર પણ વિશેષ જોર આપવું જોઇએ.
હવે ગ્રન્થપંક્તિઓને અનુસરીએ.... હીનગુણજીવો પર દ્વેષ વિનાનો, પરોપકારની વાસનાથી યુક્ત એવો અધિકૃત અહિંસાદિ ધર્મસ્થાનનો ‘આ મારે વ્ય છે’ એવો કર્તવ્યતા ઉપયોગ એ પ્રણિધાન છે. અર્થાત “મારે અહિંસા સિદ્ધ કરવાની છે’ આવા સંકલ્પથી રંગાયેલું ચિત્ત... સાથે સાથે હીનગુણદ્વેષાભાવવાળું ને પરોપકારવાસનાવિશિષ્ટ હોય તો એ ‘પ્રણિધાન આશય’ છે એમ સમજવું.
હીનગુણદ્વેષાભાવ - અહિંસા વગેરે અંગે પોતે જેટલી પ્રગતિ સાધેલી હોય તેના કરતાં ઓછી પ્રગતિવાળા જીવો એ હીનગુણજીવો. એમ જેઓએ હજુ કી પ્રગતિ સાધેલી નથી એવા જીવો એ ગુણહીનજીવો. આ બધાને અહીં હીનગુણજીવો તરીકે કહ્યા છે. આ બધાને અધસ્તનગુણસ્થાનવર્તી જીવો પણ કહેવાય ‘આનામાં જયણા બહુ ઓછી....’ ‘આ તો નિર્દય છે.’ વગેરે તિરસ્કારયુક્ત વિચારો ધરાવતું ને એવા વચનો બોલાવતું ચિત્ત એ દ્વેષયુક્તચિત્ત છે. ‘ પ્રણિધાન’ માટે આવું ચિત્ત ન જોઇએ. પણ ‘તેઓ અહિંસામાં – જયણામાં આગળ કેમ વધે?’ એવી કરુણા વહાવતું ચિત્ત જોઇએ. દુર્ભાવના બદલે વહાવાતી આ કરુણા પોતાને વિઘ્નજય કરાવે છે. વળી એ ગર્વના પરિહારરૂપ છે, માટે સિદ્ધિ સુધી પહોંચાડે છે. એના બદલે દ્વેષ / તિરસ્કાર એ સ્વપ્રાપ્તગુણના ગર્વ-અહંકારરૂપ છે, જે પ્રાપ્તગુણથી જીવને ભ્રષ્ટ કરવા સમર્થ છે. માટે દુર્ભાવ જાગવા માંડે તો પણ એને અટકાવી કરુણા વહાવવા તરફ ઢળતું ચિત્ત કેળવવું જોઇએ. આવા ચિત્તને ષોડશકજીમાં અધઃકૃપાનુગં કહ્યું છે. આ અધઃકૃપામાં બે અંશ આવે છે – ઉપબૃહણા અને પ્રેરણા (પ્રોત્સાહન). હીનગુણજીવો જે થોડુંઘણું પણ પાલન કરતાં હોય એની ઉપબૃહણા. એ જીવો અધિક પાલન કરે એ માટે ને ગુણહીનજીવો કંઇક પણ પ્રારંભ કરે એ માટે એને પ્રેરણા-પ્રોત્સાહન આપવા આ બન્ને હોય તો કૃપા છે એમ કહેવાય જે ક્ષયો પરામને વિશિષ્ટતા બક્ષવા દ્વારા પ્રગતિ કરાવે છે.
પરોપકારવાસનાવિશિષ્ટ - સ્વાર્થપ્રધાનચિત્ત સાધનાને અયોગ્ય છે. ‘મારું કામ વિલંબમાં પડશે... અટકી જશે... મારે જરૂર હતી ત્યારે એણે મને સહાય કરી નહોતી... એ મારાથી આગળ વધી જશે...’ આવો કોઇ વિચાર પરોપકારની અટકાયત
હીનગુણદ્વેષાભાવ
Jain Education International
For Private & Personal Use Only
21
www.jainelibrary.org