________________
નિર્વેદ જેમ પ્રબળ એમ પાપભય વધારે ને તેથી પાપનિવૃત્તિ વધારે.
સંવેગ જેમ ઝળહળતો એમ શુભકાર્યનો આદર વધારે.. ને એ આદર જેમ વધારે તેમ શુભ પ્રવૃત્તિ, એની ચોકસાઇ, એનું વૈશિષ્ટય... બધું જ વધારે. (આ બધું યત્નાતિશય છે.)
પ્રણિધાન જો મંઠ હોય તો તીવ્રપ્રવૃત્તિ પણ ક્યારે ઢીલી પડી જાય... ક્યારે અટકી જાય... કે ક્યારે વિપરીત થઇ જાય. .. કશું કહેવાય નહીં.
આની સામે પ્રણિધાન જો તીવ્ર હોય તો મંઠપ્રવૃત્તિ પણ ધીમે-ધીમે તીવ્ર બનતી જાય, તેમજ તીવ્રપ્રવૃત્તિ ક્યારેય મંદ ન પડે કે અટકી ન જાય... પરિસ્થિતિવશાત્ ક્યારેક પ્રવૃત્તિ અટકે તો પણ એ ધર્મસ્થાનના હ્રાસરૂપ કે ભ્રંશરૂપ ન બને... એટલે કે અત્યાર સુધીમાં પ્રવૃત્તિ દ્વારા જે પ્રગતિ સાધી છે એમાંથી પીછેહઠ ન થાય કે પ્રગતિ સંપૂર્ણતયા ખતમ થઈ જાય એવું ન બને. પ્રણિધાનપૂર્વક તપશ્ચર્યા કરનારો રોગ કે વૃદ્ધ અવસ્થામાં તપ ન કરી શકે તો પણ ક્યારે ચાન્સ મળે ને તપ કરી લઉં એવા વિચારમાં રમ્યા જ કરતો હોય. ને તેથી એ તપનું વિશ્રામસ્થાન કહેવાય, ભ્રંશ નહીં.
વૈરાગ્ય એ બીજા શબ્દોમાં સંયમનું ઉપાદેયત્વ પ્રણિધાન છે. મંઢવૈરાગ્યવાળા સાધુને દેવલોકમાં સમ્યક્ત્વ જાળવવું કઠિન હોય છે. પ્રબળ વૈરાગ્યવાળા સાધુને દેવલોકમાં ચારિત્રમોહનીયનો ઉદય હોય છે, પણ એ દર્શનમોહનીયના ક્ષયોપશમથી અનુવિદ્ધ હોય છે. ને તેથી સમ્યક્ત્વ જળવાઈ રહે છે. માટે ત્યાં એને સંયમનો ભ્રંશ નથી કહ્યો, પણ વિશ્રામસ્થાન કહ્યું છે.
આમ પ્રણિધાન જો અક્ષત હોય, તો પ્રવૃત્તિ અટકી જવા છતાં ધર્મસ્થાનથી ભ્રષ્ટ થવાનું નુક્શાન થતું નથી. આવું જ ઔડિયભાવ માટે પણ છે. પૃથ્વીકાય વગેરે જીવોને હિંસા વગેરેની કે ક્રોધ વગેરેની વ્યક્ત બધી જ પ્રવૃત્તિઓ અટકી ગઈ હોવા છતાં હિંસાદિનું ને ક્રોધાદિનું પ્રણિધાન અક્ષત હોવાથી હિંસા વગેરેપાપસ્થાનથી ભ્રષ્ટ થવાનો (=હિંસાની વિરતિ પ્રાપ્ત થવાનો) લાભ થતો નથી.
પ્રણિધાન હોય ને પ્રવૃત્તિ ન હોય એ પરિસ્થિતિ વિચારી લીધી. હવે, પ્રવૃત્તિ હોવા છતાં જો પ્રણિધાન ન હોય, ઉપરથી વિપરીત પ્રણિધાન હોય, તો શું થાય ? એ વિચારી લઇએ.
પ્રણિધાનની અસરો
Jain Education International
For Private & Personal Use Only
19
www.jainelibrary.org