________________
અનેક સાધનાઓ શક્ય બનવી. (૨) જે મેળવવું હોય-જે સાધવું હોય તે ‘ઉપય’ કહેવાય. ઉપેયની સિદ્ધિનાં જે કારણ (સાધન) હોય તે ‘ઉપાય’ કહેવાય છે ને જે બાધક હોય તે ‘અપાય’ કહેવાય છે. પ્રણિધાન આ સાધક તત્ત્વોને ને બાધક તત્ત્વોને જાણવાની પ્રબળ જિજ્ઞાસા પેદા કરે છે. આ જિજ્ઞાસા, ઉપાય-અપાયની જાણકારી મેળવી આપનાર સામગ્રી-જ્ઞાન વગેરેની શોધ કરાવે છે. ક્યારેક એવા સંયોગ-સામગ્રી - ન મળે તો પણ સ્વયં એવો ક્ષયો પરામ થાય છે ને ઉપાય-અપાયને પરખી શકાય છે. Neccessity is mother of invention (આવશ્યકતા એ શોધખોળની માતા છે.)
(૩)ઉપેયની પ્રાપ્તિ માટે ઉપાયોને અજમાવવા (ઉપાયમાં પ્રવૃત્તિ કરવી અને અપાયોથી દૂર રહેવું (અપાયથી નિવૃત્તિ કરવી) એ આવશ્યક હોય છે. પ્રણિધાનથી આ બન્નેમાં નિયમિતતા-ચોકસાઇ આવે છે. અન્યથા ક્યારેક આ પ્રવૃત્તિ-નિવૃત્તિ થાય... ક્યારેક ન થાય એવું અનિયમિતપણું પેદા થાય... ને ક્યારેક એ બન્ને સાવ છૂટી જાય... એવું પણ બને.
(૪) પ્રણિધાન આ ઉપાયપ્રવૃત્તિ ને અપાયનિવૃત્તિમાં યત્નાતિશય લાવે છે. અર્થાત્ એ પ્રવૃત્તિ-નિવૃત્તિનો વધુ દૃઢ-ખંતીલો-ચોકસાઇવાળો પ્રયત્ન કરાવે છે. આ બાબતમાં પ્રણિધાન એ ખરેખર ચમત્કારસર્જક પરિબળ છે. આરોગ્યપ્રાપ્તિના સં૫વાળા દર્દીને અપથ્યત્યાગ- પથ્યપાલનની કેવી કાળજી હોય છે. નાચગાન વગેરે અન્ય પ્રવૃત્તિમાં તલ્લીન બની ગયેલા પણ ડાયાબિટીસના દર્દીને કોઇ મિઠાઇ ધરે તો તરત ‘એ નથી ખાવાની’ એ કેવું યાદ આવી જાય છે... ને કોઇ ગમે તેટલો આગ્રહ કરે તો પણ કેવો મક્કમતાપૂર્વક એ એનો નિષેધ કરે છે... આ પ્રણિધાનનો પ્રભાવ છે.
સંયમજીવન લીધા પછી પણ સંયમપાલનને અનુકૂળ ને પ્રતિકૂળ બાબતોની ઝીણી ઝીણી કાળજી જાણવાની જિજ્ઞાસા જાગતી ન હોય, કે એ જાણવા મળ્યા પછી પણ અનુકૂળ બાબતોની પ્રવૃત્તિમાં સહજ હોંશ અનુભવાતી ન હોય, પ્રતિકૂળ બાબતોની નિવૃત્તિમાં સ્વારસિક આગ્રહ બન્યો રહેતો ન હોય, તો સમજવું જોઇએ કે પ્રણિધાનની ક્યાશ છે.
પ્રણિધાનની આ કચાશ ફળાકાંક્ષાની તીવ્રતાથી તોડી શકાય છે. ફળની અકાંક્ષા જેવી તીવ્ર એવું પ્રણિધાન તીવ્ર . . અને પ્રણિધાન જેવું તીવ્ર એવો યત્નાતિશય દઢ... પ્રવૃત્તિ પાવરફુલ...
18
Jain Education International
For Private & Personal Use Only
યોગવિંશિકા...૧
www.jainelibrary.org