________________
અહિંસાદિ ધર્મસ્થાનની જેમ કોઇક મધ્યમ જીવવગેરેને સમિતિપાલન વગેરે આચાર સ્વરૂપત ગમી જાય અને તેથી તેનું પાલન કરવાનો નિરુપાધિક સંકલ્પ કરે તો એમાં પણ ફળતઃ મોક્ષનું ને અહિંસાદિનું પ્રણિધાન માનવું આવશ્યક છે, કારણકે એ પણ ક્રમશઃ અહિંસાની સિદ્ધિને મોક્ષપ્રાપ્તિ સુધી પહોંચાડે જ છે.
આ જ રીતે ક્રોધાદિના પરિહારનો સંકલ્પ, ક્રોધાદિના નિમિત્તના પરિહારનો સંકલ્પ વગેરે અંગે પણ જાણવું.
ટૂંકમાં, જે અપ્રશસ્ત ઔદયિકભાવથી પ્રેરિતન હોય એવો ક્ષયોપશમભાવનો કે એના કારણભૂત સમિતિપાલનાદિનો, ઔદયિકભાવોને રૂંધવાનો કે એને રુંધવાના કારણોનો.. આવો બધા પ્રકારનો સંકલ્પ એ ફળતઃ મોક્ષના કે ક્ષાયિકભાવના સંકલ્પરૂપ બને છે.
એટલે કોઈને હજુ મોક્ષનું પ્રણિધાનનબન્યું હોય, તો પણ જો અહિંસાસિદ્ધિ વગેરેનું નિરુપાધિક પ્રણિધાન કેળવ્યું હોય, તો એની ધર્મક્રિયા એ તુચ્છ દ્રવ્યક્રિયારૂપ બનતી નથી, પણ યોગરૂપ બને જ છે. અભવ્યાદિ અચરમાવર્તવજીવને મોક્ષના પ્રણિધાનની જેમ આવું નિરુપાધિક પ્રાણિધાન પણ ક્યારેય સંભવતું નથી, કારણકે એને વ્યક્તરૂપે કે સંસ્કારરૂપે ભૌતિક અપેક્ષા બેસેલી જ હોય છે, આ અપેક્ષાથી એ ક્યારેય મુક્ત થઈ શકતો નથી. એટલે જ દુર્ગતિવારણની ઇચ્છા-પાપભીરુતા વગેરે અપુનર્બન્ધકાદિને આત્મહિતકર બની શકતા હોવા છતાં, અભવ્યાદિને તેવા બની શકતા નથી.
તથા આત્માના શુદ્ધસ્વરૂપની ઝાંખી અને એનું પ્રણિધાન એ કાંઈ સહેલી વસ્તુ નથી, એની અપેક્ષાએ અહિંસાદિના પ્રણિધાન કંઇક સુલભ છે. બીજી રીતે કહીએ તો મોક્ષ સર્વગુણમય છે. અહિંસા-ક્ષમા વગેરે ગુણો એના જ અંશભૂત છે. સર્વગુણમય અવસ્થાની ઝાંખી ને એને મેળવવાની લગન ભલે કંઇક કઠણ હોય.. પરંતુ, કોઈને પણ મન-વચન-કાયાથી પીડા પહોંચાડાય જ શી રીતે? આવી કોઈ પીડા કોઈને પણ પહોંચાડનારો ન બનું.. આવો સંકલ્પ કંઇક સુલભ છે અને એ મોક્ષના અંશભૂત હોવાથી કાલાન્તરે મોક્ષસંકલ્પને ખેંચી લાવનાર છે. માટે અહિંસાદિ કેળવવાનો સંકલ્પ કરવાનો અને કોઈ ભૌતિક ઈચ્છારૂપ ઉપાધિ ચોંટીને એને સોપાધિક ન બનાવી દે એની કાળજી રાખવાની. આટલું કરવામાં આવે એટલે પ્રણિધાન આશય આશય મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ)
(15)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org