SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વાતોને વારંવાર ઘુંટવી જોઇએ. આમ કરવાથી, ‘હું મનુષ્ય... હું શ્રીમંત’... હું રૂપવાનું વગેરે જે કાંઇ તાદાભ્ય કેળવાયેલા છે એ બધા ખરી પડે છે, ને, બહારથી સાંભળેલ કે ગોખેલ જ નહીં, પણ અંદરથી એક અવાજ ઊઠે છે કે હું આમાંનું કશું નથી. હું તો આ બધી ઉપાધિઓથી મુક્ત શુદ્ધ આત્મદ્રવ્ય છું. આ આત્મસ્વરૂપની સંવેદના છે. અનિત્યાદિ ભાવના દ્વારા સંસારની નિર્ગુણતા વગેરે ભાવવાથી આ સંવેકાયેલા સ્વરૂપની અનન્ય પ્રીતિ ને એને મેળવવાની પ્રબળ ઇચ્છા જાગે છે. આ પ્રણિધાન છે. અપુનર્બન્ધક અવસ્થા પૂર્વે એ પ્રગટવું શક્ય જ હોતું નથી. પ્રથમ વગેરે દષ્ટિમાં આ પ્રણિધાન હોય પણ ખરું.. ન પણ હોય... હોય તો પણ વિશિષ્ટ કાર્યક્ષમ હોતું નથી. પાંચમી દષ્ટિથી આ પ્રણિધાન હોય જ છે. આત્માના આ સંપૂર્ણ શુદ્ધસ્વરૂપને મેળવવાના ઉદ્દેશ્યપૂર્વક કરાતી આલયવિહારાદિ કિયા એ પ્રણિધાનપૂર્વકની ક્રિયા બનવાથી યોગરૂપ બને છે. ‘મારે ઘડો બનાવવો છે આવો કુંભારે સંકલ્પનર્યો હોય તો ઘડો શી રીતે બને? માટે, અંતિમ લક્ષ્યના સંકલ્પરૂપ પ્રણિધાનની આવશ્યકતા જણાય છે. વળી આવો સંકલ્પ કરી લેવા માત્રથી કામ સરી જતું નથી. કારણકે માટીને ઘડા સુધી પહોંચાડવા માટે વચ્ચે પણ ઘણી અવાંતર પ્રક્યિાઓ હોય છે. એટલે આ દરેક પ્રક્રિયાઓ અંગેનું પણ, પહેલાં આનુઆ કરવાનું... પછી આટલું-આટલું કરવાનું.. વગેરે પ્રણિધાન આવશ્યક હોય છે. એમ, માટીથી ઘડા સુધીની યાત્રામાં કેટલાક પ્રતિબન્ધક બળો હોય છે. એટલે એ પ્રતિબંધકોના પરિહારનો પણ સંકલ્પ આવશ્યક હોય છે. બસ, આ જ રીતે અપુનર્બન્ધક અવસ્થાથી મોક્ષસુધીની યાત્રામાં અહિંસા વગેરે ધર્મસ્થાનો સાધક છે અને પ્રમાદવગેરે પ્રતિબન્ધકો બાધક છે. એટલે પ્રણિધાન આશયમાં ઉદ્દેશ્યરૂપે મોક્ષપ્રાપ્તિનો સંકલ્પ, એના ઉપાયભૂત અહિંસા વગેરે ધર્મસ્થાનો સાધવાનો સંકલ્પ અને એમાં પ્રતિબંધકીભૂત પ્રમાદાદિના પરિહારનો સંકલ્પ.. આ ત્રણે આવશ્યક છે. વળી ઘડામાં અને શુદ્ધઆત્મસ્વરૂપમાં (મોક્ષમાં) પ્રાપ્તવ્યરૂપે એક મહત્ત્વનો તફાવત પણ છે. ઘડો તો પ્રથમથી પ્રત્યક્ષ છે, તથા પૂર્વે અનેકશઃ પોતે બનાવ્યો હોય એ પણ સંભવિત છે. જ્યારે, પ્રાથમિક કક્ષામાં આત્મસ્વરૂપની ઝાંખી ન જ થઈ હોય કે એનું એવું પ્રણિધાન ઊભું ન થયું હોય એ પણ નકારી ન શકાય. તેમ છતાં, પ્રણિધાન આશય) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy