SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ વૃત્તિઅર્થ તેમાં પાંચ આશયોમાં, હનગુણી જીવ પર દ્વેષાભાવ, અને પરોપકારની ભાવનાથી વિશિષ્ટ એવો અધિકૃતધર્મસ્થાનનો કર્તવ્ય તરીકેનો ઉપયોગ એ પ્રણિધાન આરાય છે. ષોડશકમાં કહ્યું છે કે - વિવેચનઃ પાંચ આશયોમાં પ્રથમ પ્રણિધાન આશય છે. માટે સૌ પ્રથમ એનું નિરૂપણ કરવામાં આવે છે. પ્રણિધાન શબ્દના બે અર્થો પ્રચલિત છે. દઢસંકલ્પ અને ચિત્તની એકાગ્રતા. બીજો અર્થ પ્રવૃત્તિઆશયમાં આવશે. પ્રસ્તુતમાં પ્રથમ અર્થ લેવાનો છે. જે ધર્મસ્થાન-ગુણ-અવસ્થા મેળવવા ચાહી છે એને મેળવવાનો દઢસંકલ્પ બન્યો રહે એ રીતે કેળવાયેલું ચિત્ત એ પ્રણિધાન આશય છે. આ મેળવવા યોગ્ય ધર્મસ્થાન વગેરે (ઉદ્દેશ્ય) તરીકે શું શું આવી શકે? એ પ્રથમ વિચારી લઇએ. બધે વેળા-વિધિ વગેરે સાચવવા પૂર્વક નિરતિચાર સંયમ પાળવાછતાં અભવ્યાદિને યોગ જે હોતો નથી એના મૂળમાં એને ક્યારેય પ્રણિધાન આશય જે હોતો નથી, એ છે. અભવ્યાદિ જીવો પણ શાસ્ત્રો દ્વારા મોક્ષ, એનું સ્વરૂપ, આધિ-વ્યાધિ-ઉપાધિનો અભાવ, પુદ્ગલાતીત શાશ્વત સુખ.. આ બધાની જાણકારી મેળવી શકે છે, મેળવે છે. છતાં આ મુદ્દગલાતીત સુખની એની જાણકારી માત્ર જાણકારીના સ્તર પર જ રહે છે, સંવેદનાના સ્તર પર આવી શકતી નથી. પુગલાતીત સુખ હોય શકે આ વાતને એનું દિલ ક્યારેય સ્વીકારી શક્યું નથી. “સુખ હોય તો પૌદ્ગલિક જ હોય’ આ વાત એટલી જડબેસલાક એના દિલમાં બેઠી હોય છે કે જેથી પુલાતીત સુખની વાત એના દિલને સ્પર્શી જ શક્તી નથી, તેથી એ મેળવવાની ઇચ્છા જ એને નથી જાગતી તો એનો સંકલ્પ થવાની વાત જ ક્યાં? ચરમાવર્તવર્તીજીવોને પુલાતીતસુખની જાણકારી જ્યારે સંવેદનાના સ્તર પર પહોંચે છે ત્યારે એ મેળવવાની પ્રબળ ઇચ્છા-સંકલ્પ પ્રગટવા સુલભ બને છે. કોઈ પણ વસ્તુની શ્રવણજન્ય ઈચ્છા કરતાં અનુભવજન્ય ઇચ્છા પ્રબળ હોય છે. કેરીનું વર્ણન સાંભળીને થયેલી ઈચ્છા કરતાં એનો કંઇક પણ આસ્વાદ થવાથી થયેલી ઇચ્છા પ્રબળ હોય જ. મોક્ષનું પ્રણિધાન કેળવવા માટે મોક્ષને (આત્માના શુદ્ધસ્વરૂપને) જાણકારીના સ્તર પરથી પ્રતીતિના સ્તર પર લઈ જવો જોઇએ. એ માટે હું... હું... તરીકે ને મારું.. મારું... તરીકે જે કાંઈ સંવેઠાય છે તે બધાને નકારતા જવું જોઇએ.. ને હું તો શુદ્ધાત્મદ્રવ્ય છું.’ ‘શુદ્ધશાન એ જ મારો ગુણ છે. આ યોગવિંશિકા...૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy