________________
જેમને અસંગઅનુષ્ઠાન-અનાલંબન યોગ કહેવો છે એવા જિનકલ્પિકાદિનો ‘અપ્રમત્ત' તરીકે ઉલ્લેખ છે. માટે આ ઉલ્લેખ બીજી વિવક્ષાને અનુસરીને છે એમ માનવું આવશ્યક છે. કારણકે પ્રથમ વિવક્ષા પ્રમાણે તો શ્રીજિનેશ્વરદેવો કે અત્યન્ત નિરપવાદપણે સંયમ પાળતાં જિનકલ્પિક વગેરે મહાત્માઓ પણ અન્તર્મુહૂર્તથી અધિક ‘અપ્રમત્ત’ રહી શકતા જ નથી, એમણે પ્રમત્તે આવવું જ પડે છે. અને તો પછી તેઓ છડ઼ે ગુણઠાણે આવે ત્યારે એમને અસંગાનુષ્ઠાન માની નહીં શકાય, કારણકે અસંગાનુષ્ઠાન તો સાતમા ગુણઠાણાની અપ્રમત્તતામાં વિવક્ષવાની વાત છે.
-
શંકા - આમાં વાંધો શું છે ? સાતમે ગુણઠાણે હોય ત્યારે અસંગાનુષ્ઠાન અને છઠ્ઠે હોય ત્યારે વચનાનુષ્ઠાન. આમ ગુણઠાણાની સાથે અનુષ્ઠાનની પણ પરાવૃત્તિ થયા કરે એમ માનવાનું.
સમાધાન - ના, એમ ન માની શકાય, કારણકે વચનાનુષ્ઠાનના પુનઃ પુનઃ અભ્યાસથી દંડજન્યસંસ્કારવત આત્મામાં જે સંસ્કાર ઊભા થાય છે એ સંસ્કારજન્ય અનુષ્ઠાન એ અસંગાનુષ્ઠાન છે. જિનકલ્પિકાદિ મહાત્મા છઠ્ઠે ગુણઠાણે આવી જાય એટલા માત્રથી કાંઇ આ સંસ્કારો ભૂંસાઈ જાય અને તેથી અનુષ્ઠાન સંસ્કારજન્ય ન રહે અને પાછા સાતમે આવે એટલે સંસ્કારો ઊભા થઈ જાય અને તેથી અનુષ્ઠાન સંસ્કારજન્મ થવાથી અસંગાનુષ્ઠાન બની જાય-આવું કાંઇ બની શકે નહીં કે માની શકાય નહીં. વળી સાતમે ગુણઠાણે હોય ત્યારે જે અનુષ્ઠાન સંસ્કારથી ચન્દનગન્ધન્યાયે સ્વાભાવિક રીતે થતું હતું તે જીવ જેવો છઠ્ઠે આવે કે તરત વચનજન્ય થવા માંડે આવું પણ કોઇ રીતે માની શકાય એમ નથી. અર્થાત્ જીવ છઠ્ઠે આવે એટલે અનુષ્ઠાન સંસ્કારજન્ય તો રહી શકે નહીં, વળી ભિક્ષાટનાદિ અનુષ્ઠાન ચાલુ તો રહે જ છે. એટલે માનવું જ પડે કે મહાત્મા જેવા છ ગુણઠાણે આવી જાય કે તરત તેઓ જિનવચનોને યાદ કરીને એને અનુસરવાનું ચાલુ કરી દે. પાછા જેવા સાતમે જાય કે જિનવચનોને અનુસરવાનું બંધ... આવું કોઇ રીતે માની શકાય એમ નથી. માટે પ્રથમવિવક્ષાની અપ્રમત્તતા વિવક્ષિત નથી, પણ બીજી વિવક્ષાની અપ્રમત્તતા અભિપ્રેત છે. એમ માનવું આવશ્યક છે એ સ્પષ્ટ છે. એટલે જ ૧૬ મી ગાથાની વૃત્તિમાં ન ચૈવ તાદૃશાપઇસપ્તમસ્તુળ... વગેરે જે અધિકાર છે તેમાં વિધિના પરિપૂર્ણ પાલનની પ્રયોજક બને એવી પરિણતિ માત્ર સાતમા ગુણઠાણે ન કહેતાં છઠ્ઠા-સાતમા બન્ને ગુણઠાણે કહી
જિનકલ્પિકાદિના વિશેષણો
Jain Education International
For Private & Personal Use Only
257
www.jainelibrary.org