________________
છે. આનો સીધો અર્થ એ થાય છે કે પરિપૂર્ણ વિધિપાલન માટેની અપ્રમત્તતા છઠ્ઠે પણ સંભવિત છે. વિધિના પરિપૂર્ણપાલનની પ્રયોજક આ પરિણતિ વચનાધીન હોય ત્યાં સુધી છઠ્ઠે-સાતમે બન્ને ગુણઠાણે વચનાનુષ્ઠાન હોય છે ને એ સંસ્કારાધીન બને ત્યારથી આ બન્ને ગુણઠાણે અસંગાનુષ્ઠાન હોય છે એ જાણવું.
આ ખ્યાલ સર્વત્ર રાખવા જેવો છે કે અસંગાનુષ્ઠાન વગેરે જેવી જે કોઇ દીર્ઘકાલીન (=અન્તર્મુહૂર્તથી અધિક કાળવાળી) અવસ્થાઓ શાસ્ત્રોમાં જ્યાં ક્યાંય પણ ‘અપ્રમત્ત’ મહાત્માઓને કહી હોય ત્યાં બીજી વિવક્ષાની અપ્રમત્તતાનો જ અભિપ્રાય જાણવો, પણ માત્ર ૭મા ગુણઠાણે કહેવાતી પ્રથમવિવક્ષાવાળી અપ્રમત્તતાનો અભિપ્રાય નહીં, કારણકે, એ અપ્રમત્તતા અલ્પકાલીન હોવાથી અસંગતિ ઊભી થાય છે. માટે અહીં જે અપ્રમત્તનુળસ્થાનાનાં એવો ઉલ્લેખ છે ત્યાં ક્યાં તો પ્રમત્તા પ્રમત્તગુણસ્થાનાનાં પાઠ જોઇએ અથવા અપ્રમત્તગુણઠાણાવાળાનો જે ઉલ્લેખ છે તેના ઉપલક્ષણથી પ્રમત્તગુણઠાણે રહેલા પણ અપ્રમત્ત સાધકોનો સમાવેશ જાણી લેવો. માત્ર, પ્રમાદબહુલ જીવોનો પણ કોઇ સમાવેરાન કરી લે એ માટે એનો સાક્ષાત્ ઉલ્લેખ કર્યો નથી, એમ માનવું.
૩પરત તવિપજ્ઞોત્તમાતાનામ્ - આત્માના શુદ્ધસ્વરૂપને પ્રગટ કરવામાં જ મન-વચન-કાયાના યોગોને વ્યાવૃત કરી દીધા હોવાથી કોઇપણ પૌદ્ગલિક વિકલ્પ જેઓને ઊઠતો નથી. અર્થાત્ સકલ વિકલ્પ કલ્લોલની હારમાળાઓ અટકી ગઈ છે. એટલે જ રાગ-દ્વેષના તેવા વિકલ્પો પણ ન હોવાથી અસંગભાવ પણ હોય છે.
કે
વિન્માત્રપ્રતિનન્ધ્રોપતધરત્નત્રયસામ્રાજ્યાનામ ચિન્માત્ર = જ્ઞાનમાત્રમાં કે જ્ઞાનમયઆત્મામાત્રમાં પ્રતિબન્ધ-લગાવ... હોય છે... કોઇ જ પૌદ્ગલિક વસ્તુ અવસ્થાનું આકર્ષણ રહ્યું હોતું નથી. અને આ જ કારણે વિકલ્પોની માળા બંધ થઈ છે. નિર્વિકલ્પદશા છે... આ ચિન્માત્ર-પ્રતિબન્ધના કારણે આ મહાત્માઓ સભ્યજ્ઞાનદર્શન-ચારિત્રાત્મક ત્રણ રત્નના સામ્રાજ્યને પ્રાપ્ત થયેલા હોય છે. આ અવસ્થામાં આ ત્રણે રત્નો એકરૂપતાને પામેલા હોય છે એ જાણવું. રત્નત્રયનું સામ્રાજ્ય પામેલા છે એવું જણાવવા દ્વારા એ સૂચન કરવામાં આવ્યું છે કે મન-વચન કે કાયાની કોઇ જ અનુચિત પ્રવૃત્તિ હોતી નથી. માત્ર ઉચિત પ્રવૃત્તિ હોય છે. અને તે પણ, પૂર્વે અધ્યાત્મમત પરીક્ષામાં કહેલી વાત જણાવી તે મુજબ સામાયિજન્ય હોય છે,
258
Jain Education International
For Private & Personal Use Only
યોગવિંશિકા . .૧૯
www.jainelibrary.org