________________
માત્રથી અવશ્ય વેધ કરે (અર્થાતુ પરતત્ત્વનું દર્શન કરાવે) એ રીતે વ્યાકૃત બાણ એ અનાલંબનયોગ છે. બાણને એવી રીતે યોજવામાં આવ્યું છે કે એને છોડવા માત્રથી લક્ષ્યવેધ થવાનો છે એમ અનાલંબન યોગ એવી રીતે વ્યાપૃત થાય છે કે જેથી એને છોડવા માત્રથી (એ પૂર્ણ થવા માત્રથી) પરતત્ત્વવેધતુલ્ય કેવલજ્ઞાનનો પ્રકાશ થાય છે. શરમોચનતુલ્ય અનાલંબનધ્યાનમોચનને ધ્યાનાન્તરિકા કહે છે.
સામર્થ્યયોગથી થયેલી દિદક્ષા એ અનાલંબનયોગ છે. તેથી જણાય છે કે સામર્થ્યયોગ અપૂર્વકરણગુણઠાણે હોવાથી અનાલંબનયોગનો પ્રારંભ પણ અપૂર્વગુણઠાણે છે. વળી કેવલજ્ઞાનનો પ્રકાશ તેરમે ગુણઠાણે થાય છે અને ત્યારે તો અનાલંબનયોગ છે નહીં. એટલે જણાય છે કે બારમા ગુણઠાણાના ચરમસમયે અનાલંબનયોગ પૂર્ણ થાય છે. એનું મોચનકે જે ધ્યાનાન્સરિકા કહેવાય છે તે બારમાના ચરમસમયે કે ચરમભાગે હોય છે તે જાણવું. (વ્યવહારનય એક જ સમયે ક્યા અને કાર્ય નથી માનતો, પણ કાર્યોત્પતિના પૂર્વસમયે કિયા માને છે. એટલે બારમાના ચરમસમયે ઇષપાત તુલ્ય ધ્યાનાન્તરિકા અને તેરમાના પ્રથમસમયે લક્ષ્યવેધતુલ્ય કેવલજ્ઞાન એવો વ્યવહારનયનો મત છે. નિશ્ચયનયે ક્યિાકાળ અને નિષ્ઠાકાળ એક હોવાથી શરપાત સમયે જ લક્ષ્યવેધ માનવાનો હોય છે. એટલે કે કેવલોત્પત્તિકાળે જ એ ધ્યાનાન્સરિકા માને છે એ જાણવું.)
કેવલજ્ઞાનનો પ્રકાશ એ જ અનાલંબનયોગનું ફળ છે, એટલે એ થઈ ગયા બાદ અનાલંબનયોગનો વ્યાપાર હોતો નથી એ જાણવું.
आह चतत्राऽप्रतिष्ठितोऽयं यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र। सर्वोत्तमानुजः खलु तेनानालम्बनो गीतः ॥ षोड. १५-९।। द्रागस्मात्तदर्शनमिषुपातज्ञातमात्रतो ज्ञेयम्। તવ સેવનં તત્ જ્ઞાનં યત્તત્પર જોતિ: તે છોડ. ૨૫-૧૦ |
तत्र = परतत्त्वे अप्रतिष्ठितः = अलब्धप्रतिष्ठः सर्वोत्तमस्य योगस्यायोगाख्यस्य 'अनुजः = पृष्ठभावी । तद्दर्शनं = परतत्त्वदर्शनं, एतच्च = परतत्त्वदर्शनं केवलं = संपूर्ण 'तत् = प्रसिद्धं यत् तत् केवलज्ञानं परं प्रकृष्टं ज्योतिः। પરતત્ત્વદર્શન = કેવલજ્ઞાન)
(251)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org