________________
અવ્યાસિકોષને કોઇ સ્થાન નથી એ જાણવું. (શાસ્ત્રવચનથી થતી ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાનની ઇચ્છા બે અંશથી રંગાયેલી હોય છે. નવા-નવા ગુણો-આત્મહિત કમાઇ લેવાની ઇચ્છા અને પ્રભુના પ્રભાવે પ્રાપ્ત થયેલા ગુણો-ઉચ્ચભૂમિકા... વગેરેને નજરમાં રાખવાથી પ્રગટેલી કૃતજ્ઞતા. આમાં નવું નવું આત્મહિતકમાઇ લેવાની ઇચ્છાની પ્રબળતા હોય તો અનુષ્ઠાનની ઇચ્છા એ ‘પ્રીતિ’ કહેવાય છે. અને કૃતજ્ઞતા જો પ્રબળ હોય તો અનુષ્ઠાનની ઇચ્છા એ ‘ભક્તિ’ કહેવાય છે અને તદનુસાર અનુષ્ઠાન પ્રીતિ કે ભક્તિ રૂપ બને છે.) ધર્મસંગ્રહટીપ્પણનો અધિકાર પૂરો.]
મૂળની પ્રસ્તુત ૧૮મી ગાયાના ‘વસ્તુ, હ્તો વરમો હવદ્ નોનો’એટલા છેલ્લા અંશની વૃત્તિકાર વૃત્તિ રચે છે.
=
"खलु' इति निश्चये । एतेष्वनुष्ठानभेदेषु 'एषः एतदः समीपतरवृत्तिवाचकत्वात् समीपाभिहितासङ्गानुष्ठानात्मा चरमो योगः = अनालम्बनयोगो भवति, सङ्गत्यागस्यैवानालम्बनलक्षणत्वादिति भावः ॥ १८ ॥
વૃત્તિઅર્થ : `‘ખલુ’ શબ્દ ‘નિશ્ચય’ અર્થમાં છે. આ અનુષ્ઠાનભેદોમાં આ અસંગાનુષ્ઠાનાત્મક અનુષ્ઠાન ચરમયોગ = અનાલમ્બનયોગ બને છે, કારણકે સંગનો ત્યાગ જ અનાલમ્બનનું સ્વરૂપ છે. આ પ્રમાણે રહસ્ય છે.
વિવેચન : (૧) યોગવિંશિકાની ૧૮મી ગાથાના ઉત્તરાર્ધમાં જે ‘ખલુ’ શબ્દ છે તે નિશ્ચયને જણાવે છે. અર્થાત્ ‘સદનુષ્ઠાન પ્રીતિ વગેરે ચાર પ્રકારનું છે’ એ વાત નિશ્ચિતરૂપે જાણવી.
-
(૨) વધારે નજીક જે રહ્યું હોય તેને સમીપતરવૃત્તિ કહેવાય. તવ્ એવું સર્વનામ આવા સમીપતરવૃત્તિ પદાર્થનું વાચક હોય છે. પ્રસ્તુતમાં ચાર યોગોનો ગાથાના પૂર્વાર્ધમાં જે ઉલ્લેખ કર્યો છે એમાં છેલ્લો ઉલ્લેખ અસંગાનુષ્ઠાનનો છે. તેથી ઉત્તરાર્ધમાં રહેલા : શબ્દને સમીપતરવર્તી અસંગાનુષ્ઠાન હોવાથી એ શબ્દ અસંગાનુષ્ઠાનને જણાવે છે.
(૩) અસંગાનુષ્ઠાન સ્થાનાદિ પાંચ યોગમાંના ચરમ અનાલંબનયોગ સ્વરૂપ બને છે. કારણકે અસંગાનુષ્ઠાનમાં સંગનો ત્યાગ છે અને આ સંગનો ત્યાગ એ જ તો અનાલંબનનું સ્વરૂપ છે.
અસંગાનુષ્ઠાન=અનાલંબન યોગ
Jain Education International
For Private & Personal Use Only
237
www.jainelibrary.org