SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુતઃ પ્રીતિત્વ અને ભક્તિત્વ એ ઇચ્છામાં રહેલી વિલક્ષણ જાતિઓ છે. પ્રીતિત્વજાતિથી યુક્ત એવી ઇચ્છાથી જે જન્ય હોય તે પ્રીતિઅનુષ્ઠાન છે, ભક્તિત્વજાતિથી યુક્ત એવી ઇચ્છાથી જે જન્ય હોય તે ભક્તિઅનુષ્ઠાન છે. નિયમા વચનસ્મરણપૂર્વક જ જે પ્રવૃત્તિ થાય તે વચનાનુષ્ઠાન છે. આ ત્રણથી ભિન્ન જે અનુષ્ઠાન તે અસંગાનુષ્ઠાન જાણવું. અથવા નિર્વિકલ્પપણે સ્વરસવાહી જે પ્રવૃત્તિ થાય તે અસંગાનુષ્ઠાન જાણવું. (આ કરવાનું, આ નહીં કરવાનું... આ રીતે કરવાનું... આ રીતે નહીં કરવાનું... આવા કોઇ જ વિકલ્પ વિના, સ્વરસવાહીપણે = ચન્દ્રનગન્ધન્યાયે સહજ રીતે જ વિધિપાલન-અવિધિત્યાગ જેમાં થયા કરે એવી અનુષ્ઠાનની પ્રવૃત્તિ એ અસંગાનુષ્ઠાન છે.) વેવાપ્રવૃત્તિ: માં જેમ પંચમી વિભક્તિ ‘પ્રયોજ્યત્વ’ અર્થમાં છે, એમ પ્રસ્તુતમાં વધનાર્ માં જે પંચમી વિભક્તિ છે તે પણ પ્રયોજ્યત્વ અર્થમાં છે. એટલે આવો અર્થ મળશે કે ‘જે અનુષ્ઠાનની પ્રવૃત્તિ વચનપ્રયોજ્ય હોય તે બધું ધર્મ કહેવાય આવું ધર્મનું લક્ષણ છે. અને તેથી કોઈ પણ અનુષ્ઠાનમાં અવ્યાસિદોષ આવવાને અવકાશ નથી, કારણકે પ્રીતિ-ભક્તિ અને અસંગઅનુષ્ઠાનમાં પણ વચનપ્રયોજ્યત્વ તો અબાધિતપણે છે જ. આશય એ છે કે પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાનવાળાને પણ ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાનની ઇચ્છા અવિરુદ્ધ વચનથી જ થયેલી હોય છે. પણ આ ઇચ્છા સ્વભૂમિકાવશાત્ થયેલી હોવાથી વેળા-વિધાન વગેરે શાસ્ત્રમાં જે કહ્યા હોય તે બધાની અનુષ્ઠાનમાં જાળવણી થતી નથી, કિન્તુ પોતાની ઇચ્છાને અનુસરીને એની ઓછીવત્તી જાળવણી થાય છે. અર્થાત્ અનુષ્ઠાનસેવનમાં નિયંત્રણ શાસ્ત્રવચનનું નથી, કિન્તુ ઇચ્છાનું છે, અને તે ઇચ્છા વચનજન્ય છે. એટલે વચનથી ઇચ્છા ને ઇચ્છાથી અનુષ્ઠાન થાય છે. માટે આ બન્ને અનુષ્ઠાન પણ વચનપ્રયોજ્ય તો છે જ. અસંગાનુષ્ઠાનમાં પણ નિયત્રણ વચનનું નથી હોતું... પણ સંસ્કારોનું હોય છે. વચનને અનુસરીને પુનઃ પુનઃ અનુષ્ઠાન કરવાથી આત્મામાં સંસ્કાર ઊભા થાય. અને પછી, વચનનું સ્મરણ-અનુસરણ કશું કર્યા વગર આ સંસ્કારવશાત્ સહજ જે અનુષ્ઠાન થયા કરે છે તે અસંગાનુષ્ઠાન છે. માટે, વચન-પુનઃ પુનઃ વચનાનુષ્ઠાન-સંસ્કાર-અસંગાનુષ્ઠાન... આ ક્રમ હોવાથી અસંગાનુષ્ઠાન પણ વચનપ્રયોજ્ય તો છે જ. એટલે આ ત્રણેમાં પણ લક્ષણ જવાથી 236 Jain Education International For Private & Personal Use Only યોગવિંશિકા...૧૮ www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy