________________
હોવાથી અસંગાનુષ્ઠાન આવે છે ને શુદ્ધ સામાયિક પ્રાપ્ત થાય છે.
ચકભ્રમણની દષ્ટાન્તઘટના આ પ્રમાણે છે - વચનાનુષ્ઠાન વચનવ્યાપારજન્ય હોવાથી દંડવ્યાપારજન્ય ચકભ્રમણતુલ્ય છે અને અસંગાનુષ્ઠાન (વચનવ્યાપારવિના માત્ર) સંસ્કારજન્ય હોવાથી દંડરહિત માત્ર સંસ્કારજન્ય ચકભ્રમણ તુલ્ય છે.
ધિર્મસંગ્રહનો ત્રીજો શ્લોક આ પ્રમાણે છે- વવનાવિરુદ્ધાદ્યતનુEાન યથોવિતમ્ મૈચારિમાવણિશં તદ્ધતિ જીત્યંત રૂા શ્લોકાર્થઃ અવિરુદ્ધ વચનને અનુસરીને એમાં જે પ્રમાણે કહ્યું હોય તે પ્રમાણે કરાતું અને મૈત્રી વગેરે ભાવોથી પ્લાવિત એવું જે અનુષ્ઠાન, તે ધર્મ કહેવાય છે.
- પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે કરેલી આની ટીપ્પણમાં આવો અધિકાર છેनन्वेवं वचनानुष्ठानं धर्मः' इति प्राप्तम्, तथा च प्रीतिभक्त्यसङ्गानुष्ठानेष्वव्याप्तिरिति चेत्? न, वचनव्यवहारक्रियारूपधर्मस्यैवात्र लक्ष्यत्वेनाव्याप्त्यभावादिति । वस्तुत: प्रीतिभक्तित्वे इच्छागतजातिविशेषौ, तद्वज्जन्यत्वेन प्रीतिभक्त्यनुष्ठानयोर्भेदः, वचनानुष्ठानत्वं वचनस्मरणनियतप्रवृत्तिकत्वम्, एतत्रितयभिन्नानुष्ठानत्वं असङ्गानुष्ठानत्वं निर्विकल्पस्वरसवाहिप्रवृत्तिकत्वं वा। इह तु वचनादित्यत्र वेदात्प्रवृत्तिरित्यत्रेव प्रयोज्यत्वार्थिका पञ्चमी। तथा च - वचनप्रयोज्यप्रवृत्तिकत्वं लक्षणमिति न कुत्राप्यव्याप्तिदोषावकाश:, प्रीतिभक्त्यसङ्गानुष्ठानानामपि वचनप्रयोज्यत्वानपायात् ।
ટીપ્પણાર્થઃ શંકા- અવિરુદ્ધવચનને અનુસરીને થયેલું અનુષ્ઠાન એ ધર્મ છે, આવી જોવ્યાખ્યાબાંધશો તો વચનાનુષ્ઠાન એ ધર્મ' એવો અર્થ મળશે, કારણકે વચનાનુષ્ઠાન જ વચનાનુસારી હોય છે. પ્રીતિવગેરે અનુષ્ઠાનો નહીં. (પણ પ્રીતિ વગેરે અનુષ્ઠાનો પણ ધર્મ તો છે જ, કારણકે સદનુષ્ઠાન તરીકે અને મોક્ષનાં કારણ તરીકે કહેવાયેલાં છે.) તેથી ધર્મના આ લક્ષણની પ્રીતિ, ભક્તિ અને અસંગાનુષ્ઠાનમાં અવ્યાપ્તિ થશે.
સમાધાન - ‘વચનને અનુસરીને આ ક્યિા થઈ રહી છેઆવા વચનવ્યવહારવાળી ક્રિયારૂપ (અર્થાત્ વચનાનુષ્ઠાનરૂપ) ધર્મ જ અહીં લક્ષ્ય તરીકે (=વ્યાખ્યય તરીકે) અભિપ્રેત છે. (એટલે પ્રીતિ વગેરે અનુણાનો લક્ષ્ય જ નથી, તો
એમાં લક્ષણ ન જાય એ લાભમાં જ છે, અવ્યાપ્તિદોષરૂપ નથી.) પ્રિીત્યાદિ અનુષ્ઠાનો
235)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org