________________
ઝંખના છે, ને એ માટે પ્રભુભક્તિ કરે છે. પણ એ માટે જ પ્રભુભક્તિ કરે છે, એવું નથી. હવે તો, પ્રભુ! તેંતો અપરંપાર ઉપકાર કરી જ દીધો છે... હવે તો હું તને ભજ્યા જ કરું. ભજ્યા જ કરું. ક્યાંય ધરાઉં જ નહીં. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી...' આ ભક્તિ છે. આમાં આત્મહિત મેળવવાની અપેક્ષા છે, પણ એના કરતાં કૃતજ્ઞતાનો ભાવ વધારે પ્રબળ હોય છે. આની પણ જ્યારે ઘણી ઊંચી ભૂમિકા આવે છે, ત્યારે ‘ક્ષમાદિ ગુણો માટે તને ભજું.’ ‘મુક્તિ માટે તને ભજું એવી પણ અપેક્ષા રહેતી નથી. માત્ર ભજવાનો જ ભાવ રહે એવી અવસ્થા આવે છે.
ભોજન-આચ્છાદન વગેરે જે પત્નીને આપે છે એ જ માતાને આપે છે છતાં પત્નીને પ્રીતિથી આપે છેને માતાને હિતકર (=ઉપકારી) માનીને ભક્તિથી આપે છે. એમ ચૈત્યવન્દનાદિ તો એના એ જ છે, પણ પહેલાં પ્રીતિ હતી, હવે ભક્તિ છે. આમ અંતરંગ પરિણતિમાં ફેરફાર છે. એટલે જ પ્રીતિઅનુષ્ઠાનરૂપે ચૈત્યવન્દન કરતી વેળા જે હર્ષનુભવ હતો એના કરતાં ભક્તિઅનુષ્ઠાનરૂપે ચૈત્યવન્દન કરતી વેળા થતો હર્ષાનુભવ જુદા પ્રકારનો હોય છે.
(૪) બન્ને વખતે અનુભવાતો હર્ષ અલગ-અલગ પ્રકારનો છે. અર્થાત્ વિલક્ષણ જાતિવાળો છે. આ સંતોષ્યનું કાર્ય છે આ બુદ્ધિ જે હર્ષ પેદા કરે એના કરતાં આ પૂજ્યનું કાર્ય છે. આ બુદ્ધિ ચોક્કસ વિશેષ પ્રકારનો હર્ષ પેદા કરે જ. માટે, પ્રીતિત્વ અને ભક્તિત્વ એ હર્ષમાં રહેલી વિલક્ષણજાતિઓ છે, એમ અહીં જણાવ્યું છે. ધર્મસંગ્રહની ટીપ્પણમાં, “પ્રીતિત્વ અને ભક્તિત્વ એ ઇચ્છામાં રહેલી વિલક્ષણજાતિઓ છે એમ ઉપાધ્યાયજી મહારાજે જણાવ્યું છે – એ જાણવું.
'शास्त्रार्थप्रतिसन्धानपूर्वा साधोः सर्वत्रोचितप्रवृत्तिर्वचनानुष्ठानम्। आह चवचनात्मिका प्रवृत्तिः सर्वत्रौचित्ययोगतो या तु।। वचनानुष्ठानमिदं चारित्रवतो नियोगेन ॥ षोड. १०-६॥
વૃત્તિઅર્થ સાધુ શાસ્ત્રાર્થના પ્રતિસંધાનપૂર્વક સર્વત્ર જે ઉચિત પ્રવૃત્તિ કરે તે વચનાનુષ્ઠાન જાણવું ષોડશકજીમાં કહ્યું છે કે – સર્વત્ર ઔચિત્યનો યોગ હોવાથી જે વચનાત્મિક પ્રવૃત્તિ થાય છે એ વચનાનુષ્ઠાન છે. આ નિયમાં ચારિત્રવાનને હોય
(વચનાનુષ્ઠાન)
(229)
229
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org