SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ યોગવાળું અનુષ્ઠાન, તે ભક્તિઅનુષ્ઠાન જાણવું. પ્રીતિત્વ અને ભક્તિત્વ એ સંતોષ્યકૃત્યકર્તવ્યતાજ્ઞાનજનિત હર્ષ અને પૂજ્યકૃત્યકર્તવ્યતાજ્ઞાનજનિત હર્ષમાં રહેલી અલગ-અલગ જાતિઓ છે. ષોડશકજીમાં કહ્યું છે કે – પત્ની અત્યન્ત પ્રિય છે અને એ રીતે માતા અત્યન્ત હિત કરનારી છે. એટલે આ બન્નેનું તુલ્ય કાર્ય પણ પ્રીતિ અને ભક્તિ અંગેનું દષ્ટાન્ત છે. આમાં તુલ્ય પણ કૃત્ય એટલે ભોજન-આચ્છાદાન (=વસ્ત્ર) વગેરે જ્ઞાત = ઉદાહરણ છે. વિવેચનઃ (૧) ભક્તિ અનુષ્ઠાન પણ વિશિષ્ટ પ્રયત્નપૂર્વક, પ્રબળ પ્રીતિની અનુભૂતિપૂર્વક અને શેષત્યાગપૂર્વક થતું હોય છે, આ જ ભક્તિઅનુષ્ઠાનમાં રહેલી પ્રીતિઅનુષ્ઠાનની તુલ્યતા છે. (૨) વિવેક્યુક્ત અધિકઆદર વગેરે ભાવયુક્ત હોવાના કારણેઝીણી ઝીણી વિધિમાં પણ વધુ સૂક્ષ્મ ચોકસાઈ જળવાય એટલે અનુષ્ઠાન વધારે વિશુદ્ધવ્યાપારવાળું કહેવાય. ભક્તિ અનુષ્ઠાન આવું હોય છે. (૩) પત્ની અને માતાના દષ્ટાન્તને બરાબર સમજવું જોઇએ. પત્ની પ્રત્યે પ્રીતિ છે, એમાં આદાન-પ્રદાન ઉભયની અપેક્ષા છે. પતિ પત્નીને ભોજનઆચ્છાદનાદિ બધી વસ્તુઓ પ્રીતિપૂર્વક આપે છે તો સામા પક્ષે પત્ની પણ પતિને પ્રેમ સાથે - સાનુકૂળવ્યવહાર-સુખ આપે છે. માતા પ્રત્યે ભક્તિ છે. એમાં માત્ર એકપક્ષી વ્યવહાર છે. માતાએ જે કરવા યોગ્ય હતો તે જન્મ-સંસ્કરણ વગેરે ઉપકાર કરી જ દીધો છે. હવે કરવાનું માતાના પક્ષે કશું નથી. પુત્રે જ કરવાનું છે... ભોજનઆચ્છાદનાદિ પ્રદાન વગેરે કરવાનું ને સામેથી મેળવવાની કોઈ અપેક્ષા નહીં. ઉપરથી ચામડાના જૂતાં કરીને પહેરાવું તો પણ ઉપકારનો બદલો વળી શકે એમ નથી એવી કૃતજ્ઞતા ઉભરાતી હોવાથી જે કાંઈ પોતે કરે એ ઓછું જ લાગે... ને જે કરે એમાં ખૂબ જ ઉત્સાહ વર્તતો હોય. આ ભક્તિ છે. પરમાત્મા પ્રત્યે પણ પ્રીતિ-ભક્તિ આવા જાણવા. પ્રભુ! હું તારી ઉપાસના કરું – પૂજા – વન્દના કરું.. તું મને ક્ષમાદિ આત્મગુણો આપજે... આવો આદાનપ્રદાનનો વ્યવહાર છે ત્યાં સુધી પ્રીતિ છે. પણ પછી પ્રભુના અદ્ભુત ગુણો ને ઠેઠ નિગોદમાંથી આ ભૂમિકા સુધી પોતાને પહોંચાડવાનો પ્રભુએ કરેલો અનન્ય ઉપકાર સારી પેઠે પિછાણવાથી ભક્તિ ઉલ્લસિત થાય છે. હજુ આત્મહિત મેળવી લેવાની (228) યોગવિંશિકા....૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy