________________
અથવા, ચૈત્યવન્દનને સદનુષ્ઠાન કહ્યું... અને આગળ આ સદનુષ્ઠાનના (ચૈત્યવન્દનાદિના) પ્રીતિ-ભક્તિ વગેરે ચાર પ્રકાર કહેશે. અન્યત્ર ષોડશક વગેરેમાં પણ અનુષ્ઠાનના આ ચાર પ્રકાર કહ્યા છે, પણ જ્ઞાનસારમાં યોગાષ્ટકના સાતમા શ્લોકમાં પ્રતિમવિવોડ: સ્થાનાદ્યપિ ચતુર્વિધ.. એ પ્રમાણે સ્થાનાદિના જ પ્રીતિ-ભક્તિ વગેરે ચાર પ્રકારો કહ્યા છે. એટલે જણાય છે કે ચૈત્યવન્દનાદિ સદનુષ્ઠાન અને સ્થાનાદિનો અભેદ પણ અભિપ્રેત છે. એ વાત પણ સાચી છે. સ્થાન-વર્ણ-અર્થ વગેરેને કાઢી નાખો તો સદનુષ્ઠાનમાં બચે શું? અર્થાત્ સદનુષ્ઠાન સ્થાનાદિમય જ છે.
સ્થાનાદિ એના અંશ છેને સદનુષ્ઠાન અંશી છે. ને તેથી અંશ-અંશીનો અભેદ માનનાર નયે બન્નેનો અભેદ છે. માટે સ્થાનાદિ જો મોક્ષહેતુ છે તો તદભિન્ન ચૈત્યવન્દનાદિ સદનુષ્ઠાન પણ મોહેતુ છે જ. એટલે, અંશ-અંશીનો ભેદ માનનાર નયે ચૈત્યવન્દન એ પ્રયોજકને અભેદ માનનાર નયે કારણ.... આમ નયભેદે પ્રકારભેદ હોવાથી કોઈ દોષ નથી. ૧૭
सदनुष्ठानभेदानेव प्ररूपयंश्चरमतद्भेदे चरमयोगभेदमन्तर्भावयन्नाह
અવતરણિકાર્યઃ સદનુષ્ઠાનના જ ભેદોની પ્રરૂપણા કરતાં અને સદનુષ્ઠાનના ચરમભેદમાં યોગના ચરમભેદનો અન્તર્ભાવ કરતાં ગ્રન્થકાર કહે છે...
વિવેચનઃ ચૈત્યવન્દનને સત્તરમી ગાથામાં સદનુષ્ઠાન તરીકે કહ્યું છે. એટલે ચૈત્યવન્દનાદિ સદનુષ્ઠાનના પ્રીતિઅનુષ્ઠાનવગેરે ચાર પ્રકારોની હવેની ગાથામાં ગ્રન્થકાર પ્રરૂપણા કરે છે. તથા સદનુષ્ઠાનના એ ચાર ભેદોમાંના ચરમભેદમાં (અસંગઅનુષ્ઠાનમાં)* યોગના સ્થાનવગેરે પાંચ ભેદમાંના ચરમ અનાલંબનયોગનો અન્તર્ભાવ થાય છે એ વાત ગ્રન્થકાર હવેની ગાથામાં કરે છે.
एयं च पीइभत्तागमाणुगं तह असंगयाजुत्तं । नेयं चउव्विहं खलु एसो चरमो हवइ जोगो॥१८॥
एयं चत्ति । एतच्च = सदनुष्ठानं प्रीतिभक्त्यागमाननुगच्छति तत् प्रीतिभक्त्या*અહીં પણ - ‘વળી તે સહનુષ્ઠાન સ્થાનાદિ વીશ ભેદરૂપ છે, તેમાં ચરમભેદ જે અનાલંબન છે તે અને સાનુકાનમાં જે ચરમભેદ અર્થાત્ અસંગઅનુષ્ઠાન છે તે બન્ને એક જ છે તે બતાવતાં કહે છે - આવું જે અવતરણિતાર્થનું વિવેચન ક્યું છે તે બરાબર લાગતું નથી. કારણકે ગ્રન્થકારે ‘અનાલંબનને યોગના સ્થાનાદિ પાંચ ભેદમાંના ચરમભેદ તરીકે કહ્યો છે, સદનુષ્ઠાનના સ્થાનાદિ વીશ ભેદમાંના ચરમભેદ તરીકે નહીં 2િ24)
યોગવિંશિકા...૧૮
224
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org