________________
ચૈત્યવન્દનાઠિ સદનુષ્ઠાનરૂપ છે. અને એ સડનુષ્ઠાન છે, માટે મોક્ષનું સ્વતંત્ર કારણ છે. અર્થાત્, ‘‘મોક્ષકારણીભૂત સ્થાનાદિના કારણરૂપે જ એ મોક્ષનું કારણ (=પ્રયોજક) છે,’’ એવું નથી, પણ એ સદનુષ્ઠાનાત્મક હોવાથી સ્વતંત્રરૂપે મોક્ષનું કારણ છે. (ચારે પ્રકારના) સદનુષ્ઠાન મોક્ષનું કારણ છે એ પોડાકજીમાં કહ્યું છે.
तत्प्रीति - भक्ति - वचनाऽसङ्गोपपदं चतुर्विधं गीतम् । તત્ત્વામિને: પરમપસાધન સર્વમવેતત્ ॥ ૬૦-૨//
અર્થ : તે (સનુષ્ઠાન) પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાન એમ ચાર પ્રકારે તત્ત્વજ્ઞો વડે કહેવાયું છે. આ બધું પરમપદનું સાધન છે.
પહેલાં, ચૈત્યવન્દનાદિમાં સ્થાનાદિકારણતા હોવાથી મોક્ષપ્રયોજકતા છે માટે હિતકરતા છે એમ કહ્યું. અહીં, ચૈત્યવન્દનાદિમાં સદ્દનુષ્ઠાનત્વ હોવાથી મોક્ષકારણતા છે, માટે હિતકરતા છે એમ કહ્યું, માટે આ પ્રકારાન્તર છે.
(૩) (ચૈત્યવન્દનને એક વાર મોક્ષનું કારણ ન કહેતાં પ્રયોજક કહેવું... ને બીજીવાર એને મોક્ષનું કારણ કહેવું.... આ તો પરસ્પર વિરુદ્ધ થયું..’ આવી શંકાના સમાધાન માટે પ્રારમેયોય વગેરે અધિકાર છે.)
ચૈત્યવન્દનમાં હિતકરતા આમ જુદા જુદા પ્રકારે,જે બતાવી તે નયભેદના કારણે છે, માટે પરસ્પરવિરોધ વગેરે કોઇ દોષ એમાં નથી. નયભેદ એટલે દષ્ટિભેદ... અપેક્ષાભેદ... જુદી જુદી અપેક્ષાએ એની એ વાત અલગ-અલગરૂપે કહી શકાય છે. જેમકે – જ્ઞાન ચારિત્રને પેદા કરે છે (જ્ઞાનસ્ય તેં વિરતિ:) અને છેવટે સર્વસંવરરૂપ ચારિત્ર મોક્ષજનક બને છે. માટે મોક્ષનું કારણ ચારિત્ર છે, જ્ઞાન નથી... જ્ઞાન તો ચારિત્રજનનમાં જ ચરિતાર્થ થઇ જાય છે. પણ એ મોક્ષકારણીભૂત ચારિત્રનું કારણ હોવાથી મોક્ષનું પ્રયોજક છે. આ એક નય છે. જ્યારે બીજો નય તો જ્ઞાનક્રિયાપ્યાં મોક્ષ: વગેરે સૂત્રને અનુસારે ચારિત્ર (=ક્રિયા) ની જેમ જ્ઞાનને પણ મોક્ષનું કારણ માને જ છે. જેમ આ નયભેદ છે, એમ જ પ્રસ્તુતમાં નયભેદ જાણવો. કારણના કારણને ‘કારણ’ તરીકે ન સ્વીકારતા પ્રયોજક તરીકે સ્વીકારનાર નયના મતે જ્ઞાનની જેમ ચૈત્યવન્દન પણ પ્રયોજક છે, કારણ નથી. અને કારણના કારણને પણ ‘કારણ’ તરીકે સ્વીકારનાર નયના મતે ચૈત્યવન્દન એ મોક્ષનું કારણ છે. આમ જુદા જુદા નિરૂપણમાં અપેક્ષા જુદી જુદી છે. માટે કોઇ દોષ નથી.
ચિત્યવંદન સદનુષ્ઠાન છે
Jain Education International
For Private & Personal Use Only
223
www.jainelibrary.org