________________
मोक्षहेतुत्वे तस्यापि तत्प्रयोजकत्वादिति भावः।
વૃત્તિઅર્થઃ યોગના જે સ્થાનાદિ ભેદો દર્શાવ્યા તેમાં પ્રયત્નશીલ જીવોનું જ આ = ચૈત્યવન્દન અનુષ્ઠાન હિતકર = મોક્ષસાધક બને છે એ જાણવું, કારણ કે ચૈત્યવન્દનવિષયક સ્થાનાદિ યોગ જો મોક્ષનું કારણ છે તો તે = ચૈત્યવન્દન પણ તેનું મોક્ષનું પ્રયોજક છે એમ રહસ્ય જાણવું
વિવેચનઃ જીવને જે મોક્ષની સાથે જોડી આપે તે યોગ... અને બીજી રીતે કહીએ તો જે યોગ હોય તે જીવને મોક્ષની સાથે જોડી આપે, અર્થાત્ તે મોક્ષસાધક બને છે. પૂર્વે બીજી ગાથામાં સ્થાનાદિ ગત ધર્મવ્યાપારને યોગ કહેલો. એટલે કે આ સ્થાનાદિવ્યાપાર મોક્ષસાધક છે. મોક્ષનું કારણ છે. પણ જો ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન જ કરવામાં ન આવતું હોય તો સ્થાનાદિ વ્યાપાર પણ અસંભવિત રહે છે. એટલે કે ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન સ્થાનાદિ વ્યાપારનું આધારરૂપે કારણ છે. અર્થાત્ એ મોક્ષના કારણનું કારણ છે. કારણનું જે કારણ હોય તે પ્રયોજક કહેવાય છે. માટે ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન મોક્ષનું પ્રયોજક છે. ને તેથી એ પણ હિતકર છે.
આમાં, વસ્તુતઃ સ્થાનાદિયોગ એ મોક્ષસાધક છે. એટલે, ચૈત્યવન્દન કરવા છતાં એ સ્થાનાદિ જળવાતા ન હોયતો એચૈત્યવન્દન વગેરે અનુષ્ઠાન મોક્ષના પ્રયોજક પણ બની શક્તા નથી, માટે હિતકર બનતા નથી.
પ્રણિધાનાદિ આશયો ભળેલા ન હોય તો તો તુચ્છ દ્રવ્યક્રિયા જ થાય છે એ પ્રારંભે જ આવી ગયું છે. માટે આ સ્થાનાદિવ્યાપારયુક્ત ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન પ્રણિધાનાદિ આશયો ભળેલા હોય તો જ મોક્ષસાધક છે – હિતકર છે એ જાણવું
સ્થાનાદિ જાળવવાની નિરુપાધિક ઇચ્છા-રુચિ હોય, પણ સત્ત્વહીનતા વગેરે કારણે ચૈત્યવન્દનાદિમાં એની જાળવણી ન હોય તો પણ એ ચૈત્યવન્દન ઇચ્છાયોગ સંપાદક બનીને બાળાદિ જીવોને અનુગ્રાહક બને છે એ આવી ગયું છે. એટલે, સ્થાનાદિનો, એવી ઇચ્છા સ્વરૂપ પ્રયત્ન પણ જેમાં જળવાયો ન હોય એવા ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન શુભક્સિાસ્વરૂપ હોવાથી પુણ્યબંધ જરૂર કરાવે છે. પણ એ પુણ્ય મોક્ષપ્રાપ્તિમાં સામાન્યરીતે સહાયક હોતું નથી. માટે સ્થાનાદિના પ્રયત્નવાળા જ ચૈત્યવન્દનાદિને અહીં હિતકર કહ્યા છે એ જાણવું.
નિયભેદે પ્રકારભેદ)
2િ21)
221
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org