________________
ફળતઃ અવિધિનું પ્રવર્તકત્વ જ હોવાથી ગુરુને દોષ લાગે જ છે. વિધિવ્યવસ્થાપન દ્વારા એક પણ જીવને સમ્યગુબોધિલાભકરાવવામાં ૧૪ રાજમાં અમારિયડહ વગડાવવાનો લાભ થાય છે, આ જ તીર્થોન્નતિનો લાભ છે. વગેરે વગેરે.
આ વાતો ભૌતિક અપેક્ષાને પણ લગભગ સમાન રીતે લાગુ પડે જ છે. અને તેથી ભૌતિક અપેક્ષાનું સમર્થન થાય કે એ ટાળવાની આતુરતા મોળી પડી જાય એવો ઉપદેશ ગીતાર્થ ગુરુએ આપવાનો હોતો નથી. એટલે જ ધાર્મિક જીવોને સામાન્ય રીતે “ભૌતિકઅપેક્ષા હોય તો પણ તતુઅનુષ્ઠાન શક્ય છે ને તેથી ચિંતા કરવા જેવું નથી' વગેરે કહેવાનું હોતું નથી. પણ ઉપરથી વિષ-ગરની વાતો કરી ભૌતિકઅપેક્ષાનો ત્યાગ કરવા માટે તેઓને વધુ ને વધુ ઉલ્લસિત જ કરવાના હોય છે.
પણ... આ વાતો કુયોગીની ભૂમિકા પામેલા ધાર્મિક જીવોને જ કરવાની હોય છે. એટલે જે જીવો વિષ-ગર વગેરે વાતોના અધિકારી નથી એવા (હજુ ધર્મમાં એવા સ્થિર નહીં થયેલા) જીવો સમક્ષ પણ જાહેર રીતે આ વાતો થાય, અને એ સાંભળીને, ‘આપણી અપેક્ષા તો છૂટતી નથી, તો ધર્મ જ છોડી દ્યો...” આવી અવળી પ્રતીતિ અનેકને થવા માંડે, તો તેઓની આવી અવળી પ્રતીતિ વારવા માટે ને તેઓ ધર્મ બંધન કરી દે એ માટે વિષ-ગર વગેરે વાતોની અયોગ્ય રજુઆતનો વિરોધ કરવો એ ગીતાર્થોની ફરજ બને છે. અથવા, “ભૌતિક અપેક્ષા છે? પ્રભુભક્તિ તો વિષ કે ગર થાય, એના કરતાં અન્ય દેવોની ભક્તિ કરવી સારી.. પ્રભુ પાસે તો મગાય નહીં... હનુમાનજી પાસે જાઓ...” અથવા “આપણા ધર્મસ્થાનોમાં પણ ક્ષાદિની ઉપાસના કરો... એમાં વિષ-ગર થવાનો તો દોષ નહીં. સંસાર તો ન વધે...” આવી બધી અવળી પ્રતીતિઓ થવા માંડે અને ભાવુકો અન્યના મંદિરોમાં જવા માંડે કે પ્રભુ કરતાં પણ યક્ષાદિની ઉપાસના વધુ કરવા માંડે તો આવી વિપરીત અસર લાવનારી વિષ-ગરાદિની અયોગ્ય રજુઆતનો ગીતાર્થપુરુષોએ વિરોધ કરવો જ પડે.
પ્રશ્ન-એ અયોગ્ય રજુઆતનો ભલે વિરોધ કરો.. પણ ભૌતિકઅપેક્ષાવાળું અનુષ્ઠાન પણ લાભકર્તા બને છે એવું ધાર્મિક જીવોને કહેવું ન જ જોઇએ ને?
ઉત્તર - તમારી વાત સાચી છે. અને તેથી જ વર્ષોથી પ્રકાશિત થયેલા દિવ્યદર્શનના અંકો, રોજિંદા પ્રવચનો વગેરેમાં માત્ર અપેક્ષા વગેરે છૂટને નિરપેક્ષભાવ ઊભો થાય એવાં જ નિરૂપણો જોવા મળશે. પણ જ્યારે ઉપર કહ્યા મુજબ અયોગ્ય 2િ12)
યોગવિંશિકા...૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org