________________
નિરભિન્કંગ અનુષ્ઠાનરૂપ બને છે. જો આવું માનવામાં ન આવે તો ગ્રન્થકાર શ્રી હરિભદ્રસૂરિ મહારાજે શ્રી પંચાલકજી વગેરેમાં અનેકશઃ સાભિધ્વંગ અનુષ્ઠાન નિરભિમ્બંગાનુષ્ઠાનનું કારણ બને છે એવું જે પ્રતિપાદન કર્યું છે તેની સંગતિ થઈ શકશે
નહીં.
“અવિધિઅનુષ્ઠાન મહામૃષાવાદદોષ જનક છે... અપેક્ષાવાળું અનુષ્ઠાન મહામૃકવાદાનુબન્ધી છે... ' આ વાતો અવિધિયુક્ત અનુષ્ઠાનને કે અપેક્ષાયુક્ત અનુષ્ઠાનને જ છોડાવી દેવા માટે છે (અર્થાતુ અવિધિ કે અપેક્ષાનછૂટી શકે તો અનુષ્ઠાનને જ છોડી દેવું. આવું જણાવવા માટે છે) એવું જો માનીએ, તો દ્રાવિડપ્રાણાયામ થશે. આ વચનો સાંભળીને માની લ્યો કે અવિધિ-અપેક્ષા તત્કાળ ન છોડી શકનાર કોઈક જીવે અનુષ્ઠાન જ છોડી દીધું... હવે. પાંચ-પચ્ચીસ વર્ષે કે પાંચ-પચ્ચીસ ભવે ફરીથી એને જ્યારે અનુષ્ઠાનમાં જોડવાનો હશે ત્યારે પ્રારંભે એ પાછો અવિધિવાળા અનુષ્ઠાનમાં જ પ્રાયઃ જોડાવાનો છે. કારણકે પ્રથમાભ્યાસકાળે તથાવિધ જ્ઞાન ન હોવાથી અવિધિ થતી રહેતી હોય છે. એટલે અવિધિવાળું અનુષ્ઠાન છોડાવ્યું, ને પાછો એમાં જ એને જોડ્યો... તો પછી પૂર્વે જે અવિધિવાળું અનુષ્ઠાન હતું તે છોડાવ્યું જ શા માટે? આવું જ અપેક્ષાવાળા અનુષ્ઠાનમાં છે, કારણકે પંચાશકજીમાં કહ્યું છે કે તથા પ્રથમતયા જીવ કર્મનિર્જરાના ઉદ્દેશથી પ્રવર્તતો નથી... ને અભ્યાસ થયા બાદ તે રીતે પ્રવર્તે છે. જ્ઞાનપંચમીથામાં પણ કહ્યું છે કે પ્રાયઃ કરીને જીવ સાભિધ્વંગ આરાધનાથી નિરભિમ્પંગ આરાધના પામે છે. એટલે પૂર્વે સાભિધ્વંગ અનુષ્ઠાન કરતો હતો તે છોડાવી દીધું. ને પછી કાળાન્તરે ફરીથી જ્યારે એને ધર્મમાં જોડવાનો ઉપકમાં હશે ત્યારે પુનઃ પ્રાયઃ કરીને સાભિળંગઅનુષ્ઠાનમાં જ જોડવાનો રહેશે. તો પહેલાં જે સાભિધ્વંગ અનુષ્ઠાન કરતો હતો તે છોડાવ્યું જ શા માટે?
એટલે નિશ્ચિત થાય છે કે અવિધિદોષની વાતો કે વિષાનુષ્ઠાનાદિની વાતો અનુષ્ઠાન છોડાવી દેવા માટે કરાતી નથી. જે જીવોને (પ્રજ્ઞાપનીય જીવોને) એ વાતો કરવામાં આવે છે તેઓનું અવિધિવાળું કે સાભિધ્વંગ અનુષ્ઠાન વસ્તુતઃ દોષ માટે હોતું નથી. (પણ તતુઅનુષ્ઠાન રૂપ બનતું હોવાથી ઉપાદેય જ હોય છે), તેમ છતાં, તેઓને અવિધિ-અપેક્ષા વગેરે છોડવાની ચાનક લાગે એ માટે જ આ વાતો તેઓને કરવામાં આવે છે.
(210)
યોગવિંશિક...૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org