________________
બતાવ્યું છે. ને ન જ કરવામાં ગુરુપ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. તેથી જણાય છે કે અકરણ કરતાં અવિધિકરણમાં દોષ ઓછો છે. ને તેથી જ ‘અવિધિથી કરવા કરતાં ન કરવું
સારું એવું વચન શાસ્ત્રવિરુદ્ધ છે એમ જ્ઞાનીઓ કહે છે. આનો સ્પષ્ટ સૂચિતાર્થ છે કે બધી વિધિઓ જાળવવી શક્ય ન લાગતી હોય તો પણ અનુષ્ઠાન ન કરવા કરતાં તો જેવું થાય એવું પણ કરવું એ જ સારું છે - ન મામા કરતાં કાણો મામો સારો. જ્યારે તમે તો અત્યન્ત ભારપૂર્વક વિધિપક્ષપાત કરો છો. ચૈત્યવન્દનાદિમાં બધી વિધિ તો જાળવવી જ. અવિધિ કરવામાં મૃષાવાદાઢિ મહાદોષ છે. જેનો સૂચિતાર્થ એવો ભાસે છે કે અનુષ્ઠાતાને જો એવું લાગે કે ‘હું કાંઇ બધી વિધિ જાળવી શકું એમ નથી.’ તો એણે અનુષ્ઠાન કરવું જ નહીં, પણ અવિધિથી ન કરવું, કારણ કે અવિધિથી કરવામાં
તો મહાદોષ છે. આમ પરસ્પર વિરોધ છે.
(૨) ઉત્તરપક્ષ : ‘આપણને કાંઇ બધી જુદી જુદી વિવિધ વિધિ જાળવવાની ઝંઝટ ફાવે નહીં... તમે કહો તો, અમારા મનમાં આવશે એમ કરીએ અને કહો તો ન કરીએ..’ આવા અભિપ્રાયવાળાને ‘ભાઇ ! બધી વિધિ જાળવવાનો તને કંટાળો છે? કાંઇ નહીં, તને ફાવે એ રીતે ચૈત્યવન્દન કરજે, પણ કરજે, છોડતો નહીં...' આ રીતે પ્રથમથી જ અવિધિ ચલાવવાનો અભિપ્રાય અવિજ્ગ્યિા વગેરે વચનોનો નથી. તો ? આ વચનોનો અભિપ્રાય તો એ છે કે, પહેલેથી વિધિપાલનની હોંશ તો છે જ, ને એ રીતે જ પ્રારંભ કર્યો છે. પણ છદ્મસ્થતા છે. તેથી અનાભોગાદિના કારણે કંઇક ને કંઇક અવિધિ થઈ જ જાય છે. એટલે અનુષ્ઠાતાને (કે અન્યને) ‘આ તો અવિધિ થઈ જાય છે... આના કરતાં તો ન કરવું સારું. અવિધિનો દોષ તો ન લાગે...’ આ રીતે અવિધિના દોષના ભયથી એ કરવાનું જ માંડી વાળે... આવું ન થાય એ માટે આ વચનો જણાવે છે કે આ રીતે, અનુષ્ઠાન કરવાનું છોડી દેવું એના કરતાં તો ભલે થોડી અવિધિ થઈ જાય... છતાં કરવાનું તો રાખવું જ. એમાં જ દોષ ઓછો છે. કરવાનું છોડી દેવામાં તો મોટો દોષ છે.
ટૂંકમાં, ‘વિધિ જાળવવી પડે એવું કાંઇ નહીં... અવિધિ પણ ચાલે... ફાવે એ રીતે કરવાનું.’ આવા અવિધિના-વિધિની પ્રધાનતાવગરના-જ પ્રણિધાનવાળા અનુષ્ઠાનનું એ વિધાયક નથી, પણ વિધિ પાલન કરતાં કરતાં કાંઇક અવિધિ થઈ જાય તો એટલા માત્રથી અનુષ્ઠાન છોડી ન દેવું... એવું જણાવવા માટે આ વચનો છે.
200
Jain Education International
For Private & Personal Use Only
યોગવિંશિકા .૧ ૬
www.jainelibrary.org