________________
મહાત્માઓએ એનો નિષેધ કરી એને અટકાવી’ય નહીં (કેમકે જો અટકાવી હોત તો તો એ ચાલત જ નહીં, અને અત્યારે મળત જ નહીં. ) (એટલે જ શ્રી ધર્મરત્ન પ્રકરણમાં, ‘સ્વમતિવિકલ્પિત દોષોથી એને અન્ય ગીતાર્થો દૂષિત ઠેરવતા નથી’ વગેરે કહ્યું છે.) વળી, એ આચરણા પ્રવર્તાવનાર ગીતાર્થો માટે એ આચરણા પરંપરાપ્રાપ્ત નહોતી, પણ તેઓ જ એને પ્રથમ પ્રવર્તાવનાર હતા, અને તેમ છતાં, એ જીતવ્યવહારરૂપે માન્ય બની જ છે.
એ જ રીતે વર્તમાનમાં પણ દેશ-કાળ વગેરે પરિસ્થિતિને અનુસરીને વર્તમાન સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓ ભેગા થઇને, જુની જે આચરણાઓમાં પરિવર્તન કરે કે નવી જે આચરણાઓ પ્રવર્તાવે એ પણ ‘જીતવ્યવહાર’રૂપ બની જ શકે છે, એ અંગે એમની પાસે શાસ્ત્રપાઠ માગી ન શકાય. એમ, ક્યાંક એનો સામાન્યથી નિષેધ હોય તો પણ એ શાસ્ત્રવચન દર્શાવીને કે આજ સુધી એના કરતાં અલગ પ્રકારની આચરણાની જે પરંપરા ચાલી હોય તે પરંપરા દર્શાવીને એ આચરણાને ‘વિરાધના’ રૂપ કહી ન શકાય. તે તે દેશ-કાળમાં આચરણીય શું? અને ત્યાજ્ય શું ? એના નિર્ણયમાં વૈતથ્ય લાવનાર રાગ દ્વેષને સંવિગ્નતા ટાળે છે અને અજ્ઞાનને ગીતાર્થતા ટાળે છે. (એકાદ ગીતાર્થનો નિર્ણય અનાભોગાદિવશાત્ વિતથ હોય શકે. માટે અહીં અનેક ગીતાર્થો ભેગા થઇને નિર્ણય લે એ જાણવું.) માટે જ સંવિગ્નગીતાર્થના વચનોને અવિકલ્પે તહત્તિ કરવાનું શાસ્ત્રકારોએ જણાવ્યું છે.
તથા શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પંચાશકજી (૧૨/૧૭)માં કહ્યું છે કે ‘‘આગમવિપરીત ઉપદેશરૂપ દ્રષિત ધ્રુવિપાકવાળું હોય છે - આવું જાણનાર સંવિગ્નગીતાર્થ અનુપદેશ દેતા નથી. તેથી તેમનાં વચનોનો તહત્તિ કહીને સ્વીકાર ન કરવો એ મિથ્યાત્વ છે. ’’ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સામાચારી પ્રકરણની ૩૩મી ગાથામાં આ પ્રમાણે કહ્યું છે કે ‘‘ગીતાર્થ મહાત્મા જ્ઞાનથી (વાસ્તવિકતાને) જાણે છે અને સંવેગના કારણે (જેવું જાણે છે) તેવું જ કહે છે. તેથી આ બન્ને ગુણથી યુક્ત એવા સંવિગ્નગીતાર્થ મહાત્માના વચનમાં અંતથાકાર અભિનિવેશથી જ હોય છે – અર્થાત્ એમના વચનનો અસ્વીકાર કરવો એ અભિનિવેશ છે. ’’વળી કમ્મપયડી વગેરે ગ્રન્થોમાં જણાવ્યું છે કે ‘ગુરુ પાસેથી એવી સમજણ મળી હોય વગેરે કારણે કોઇ અસત્યવાતની શ્રદ્ધા કરે તો પણ સમ્યકત્વ જળવાઈ રહે
છે.’
196
Jain Education International
For Private & Personal Use Only
યોગવિંશિકા...૧૬
www.jainelibrary.org