________________
શાસ્ત્રનિરપેક્ષપણે જે થયું હોય તે પ્રમાણ’ એવો થાય જે શાસ્ત્રનિરપેક્ષબુદ્ધિરૂપ છે એ સ્પષ્ટ છે. વળી એ અહિત કરનાર છે, માટે ત્યાજ્ય છે એ પણ સ્પષ્ટ છે જ.) ૧ (આ જ વાતનું આગળ સમર્થન કરે છે. )
અનાર્યો કરતાં આર્યો થોડા હોય છે. તેઓમાં પણ = આર્યોમાં પણ જૈન થોડા હોય છે. તેઓમાં પણ = જૈનોમાં પણ સુશ્રાદ્ધ = સારી શ્રદ્ધાવાળા થોડા હોય છે. અને તેઓમાં પણ = સુશ્રાદ્ધમાં પણ સયિા કરનારાઓ થોડા હોય છે. (એટલે લોકમાં ઘણા તો અસદ્ધિયા જ કરનારા હોવાથી એને અનુસરનારને પણ અસત્આક્રિયાની જ પ્રેરણા મળે. માટે લોકને અનુસરવાની બુદ્ધિ ત્યાજ્ય છે. ) । ૨।।
લોકમાં અને લોકોત્તરશાસનમાં શ્રેયના અર્થીઓ ઘણા હોતા નથી. જેમકે લોકમાં રત્નના વેપારી થોડા હોય છે. લોકોત્તરશાસનમાં પોતાના આત્માનું શોધન કરનારા (અથવા સ્વઆત્માના સાધક) થોડા હોય છે. (શ્રેયના અર્થીઓ ઘણા હોત, તો ‘ઘણાએ કર્યું એ પ્રમાણ' એવી બુદ્ધિ ત્યાજ્ય ન બનત. )
१ एकोऽपि शास्त्रनीत्या यो वर्तते स महाजनः । किमज्ञसार्थै: शतमप्यन्धानां नैव पश्यति ॥ ४ ॥ 'यत्संविग्नजनाचीर्णं श्रुतवाक्यैरबाधितम् । तज्जीतं व्यवहाराख्यं पारम्पर्यविशुद्धिमत् ॥ ५ ॥ ३ यदाचीर्णमसंविग्नः श्रुतार्थानवलम्बिभिः । न जीतं व्यवहारस्तदन्धसन्ततिसम्भवम्॥ ६॥
(વૃત્તિઅર્થ :) (ઘણા લોકોનો સમુદાય એ મહાજન... એવી પૂર્વપક્ષીની કલ્પના હતી. એટલે વાસ્તવિક મહાજન કોણ ? એ હવે જણાવે છે. ) એક પણ જે શાસ્ત્રનીતિથી વર્તે છે તે મહાજન છે. અજ્ઞમાણસોના સમુદાયને શું કરવાનો ? આંધળાઓ સો ભેગા થાય તો પણ જોતા જ નથી. જે સંવિગ્ન પુરુષોએ આચરેલું હોય અને શ્રુતવાક્યોથી અબાધિત હોય તે જીત વ્યવહાર છે અને તે પારંપર્યસંપાદિત વિશુદ્ધિવાળો હોય છે. શ્રુતના અર્થનું આલંબન ન લેનારા અસંવિગ્નો વડે જે આચરાયેલું હોય તે અંધસન્તતિજન્ય આચરણ જીતવ્યવહાર નથી.
વિવેચન : (૧) સ્વયં ન દેખી શકનારો બીજા દેખતા નરને અનુસરે તો
યોગવિંશિકા.૧૬
192
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org