SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ મુખ્યતયા જીતવ્યવહારની જ પ્રવૃત્તિ ચાલે છે. શ્રુતવ્યવહારની મુખ્યતા જ્યારે હોય ત્યારે સૂત્રોક્તવિધિપૂર્વક અનુષ્ઠાન કરવાથી જેમ તીર્થપ્રવૃત્તિ કહેવાય છે. તેમ જીતવ્યવહારની મુખ્યતા હોય ત્યારે જીતવ્યવહારથી (=પરંપરાથી) પ્રાપ્ત થયેલ વિધિપૂર્વક અનુષ્ઠાન કરવાથી તીર્થપ્રવૃત્તિ કહેવાય છે. એટલે જીતવ્યવહારની મુખ્યતાવાળા આ કાળમાં જ્યાં સુધી તીર્થ રહેશે ત્યાં સુધી જીવ્યવહાર (પરંપરા) જ તીર્થવ્યવસ્થાપક રહેવાનો છે. માટે સૂત્રોક્ત વિધિ અંગે સૂક્ષ્મ ઊંડી ચર્ચાની કશી જરૂર નથી, ઘણા લોકો દ્વારા જેવું આચરણ થતું હોય એવું આચરણ કરે એટલે તીર્થની પ્રવૃતિ અવ્યવચ્છિન્ન... ને એવું ન કરો તો તીર્થનો વ્યવચ્છેદ. પૂર્વપક્ષીની આવી શંકાનું સમાધાન કરવા ગ્રન્થકાર કહે છે-- मुत्तूण लोगसन्नं उर्दूण य साहुसमयसब्भावं। सम्मं पयट्टियव्वं बुहेण मइनिउणबुद्धीए ॥१६॥ मुत्तूणत्ति। मुक्त्वा (लोकसंज्ञां) = लोक एव प्रमाणं' इत्येवंरूपां शास्त्रनिरपेक्षा मतिं उडूण यत्ति वोदा च साधुसमयसद्भावं = समीचीनसिद्धान्तरहस्यं सम्यग् = विधिनीत्या प्रवर्तितव्यं चैत्यवन्दनादौ बुधेन = पंडितेन अतिनिपुणबुद्ध्या = अतिशयितसूक्ष्मभावानुधाविन्या मत्या। ગાથાર્થ: લોકસંજ્ઞાને છોડીને અને સાધુસમયદ્વાવને અતિનિપુણબુદ્ધિથી ધારણ કરીને બુધપુરુષે સમ્યગૂ પ્રવર્તવું જોઇએ. વૃત્તિઅર્થ: ‘લોક જ પ્રમાણ છે. આવા પ્રકારની શાસ્ત્રનિરપેક્ષ મતિસ્વરૂપ લોકસંજ્ઞાને છોડીને અને સાધુસમયસભાવને = સમુચિત સિદ્ધાન્ત રહસ્યને, અતિનિપુણબુદ્ધિથી = અતિશયિત રીતે સૂક્ષ્મભાવો સુધી પહોંચી શકે એવી મતિથી પામીને પંડિતપુરુષે વિધિની નીતિથી ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાનમાં પ્રવર્તવું જોઇએ. વિવેચનઃ (૧) પૂર્વપક્ષીએ મેદાનનો ચેન તિ: મ પન્ચા:” આવું જે વચન આપેલું એ તો માન્ય જ છે. પણ એમાં “મહાજન’ શબ્દ જે રહેલો છે એનો અર્થ પૂર્વપક્ષીએ ઘણા લોકો કર્યો જે ખોટો છે. વસ્તુતઃ મહાજનનો અર્થવૃત્તિકાર આગળ બતાવશે કે “મહાજન એ છે જે શાસ્ત્રનીતિથી વર્તે. ઘણા લોકો પણ જો શાસ્ત્રનિરપેક્ષપણે વર્તતા હોયતોમહાજનનથી. અને છતાં તેઓએર્યું તે પ્રમાણ...” (190) યોગવિંશિકા...૧૬] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy