________________
ગુરુને અધિક દોષ થાય છે. (ભવિષ્યમાં મોટું નુકશાન થાય છે). આવો અહીં અર્થ જાણવો. ગુરુને અધિક નુકશાન થવામાં કારણ એ છે કે પાપ કરનારને જે પાપ લાગે એના કરતાં એના કરાવનારને વધારે પાપ લાગે છે.
तस्माद्विधिश्रवणरसिकं श्रोतारमुद्दिश्य विधिप्रापणेनैव गुरुस्तीर्थव्यवस्थापको भवति, विधिप्रवृत्त्यैव च तीर्थमव्यवच्छिन्नं भवतीति सिद्धम् ॥ १५ ॥
વૃત્તિઅર્થ : તેથી વિધિશ્રવણરસિકશ્રોતાને ઉદ્દેશીને (વિધિપ્રરૂપણાદ્વારા) એને વિધિની પ્રાપ્તિ કરાવવા દ્વારા જ ગુરુ તીર્થના વ્યવસ્થાપક બને છે. અને વિધિપ્રવૃત્તિથી જ તીર્થ અવ્યવચ્છિન્ન બને છે એ સિદ્ધ થયું.
વિવેચન : વિધિશ્રવણના અરસિક શ્રોતાને તો કશું સંભળાવવાનું જ નથી. એટલે ઉપદેશ જો આપવાનો છે તો એ વિધિરસિકશ્રોતાને જ આપવાનો છે. તેથી, એવા જીવને તો વિધિના નિરૂપણ દ્વારા વિધિમાં જોડવો શક્ય જ હોવાના કારણે એની આગળ વિધિપ્રરૂપણ આવશ્યક બને જ. એના દ્વારા જ ગુરુ તીર્થના વ્યવસ્થાપક બને છે. અને શિષ્ય પણ વિધિમાં પ્રવૃત્ત થાય તો ઉત્તરોત્તર વિધિમાર્ગનો વાહક બનવાથી તીર્થ અવિચ્છિન્ન રહે છે, એ સિદ્ધ થયું. ॥ ૧૫।।
ननु किमेतावद्गूढार्थगवेषणया ? यद्बहुभिर्जनैः क्रियते तदेव कर्तव्यं, 'महाजनो येन गतः स पन्थाः' इति वचनात् । जीवव्यवहारस्यैवेदानीं बाहुल्येन प्रवृत्तेस्तस्यैवाऽऽ तीर्थकालभावित्वेन तीर्थव्यवस्थापकत्वाद् इत्याशङ्कायामाह
અવતરણિકાર્થ : શંકા – આટલા બધા ગૂઢ અર્થ સુધી ઊંડા ઉતરવાની શી જરૂર છે ? જે ઘણાઓ વડે કરાય તે જ કર્તવ્ય છે. (અર્થાત્ ઘણા જે -જેવું કરતા હોય તે જોઇને સ્વયં પણ તે-તેવું કરવું.) કારણકે “જે રાહે મહાજન જાય તે જ માર્ગ છે’એ પ્રમાણે શાસ્ત્રવચન છે. વર્તમાનમાં ઘણીખરી પ્રવૃત્તિ જીતવ્યવહારને અનુસરીને ચાલતી હોવાથી જીતવ્યવહાર જ જ્યાં સુધી તીર્થ છે ત્યાં સુધી ચાલનારો હોવાના કારણે તીર્થનો વ્યવસ્થાપક છે.
વિવેચન : (પૂર્વપક્ષીની શંકા ચાલે છે-) મહાજનને અનુસરવું એટલે જ પરંપરાને અનુસરવું... અને પરંપરાને અનુસરવું એ જ તો જીતવ્યવહાર છે. વળી, વર્તમાનમાં લગભગ બધી પ્રવૃત્તિઓ પરંપરાને નજરમાં રાખીને જ થાય છે. એટલે
લોકસંજ્ઞા ત્યાજ્ય છે
Jain Education International
For Private & Personal Use Only
189
www.jainelibrary.org