________________
(૩) ભવરોગ માટે જિનવચનો ઔષધ સમાન છે. વચનૌષધપ્રયોગને જે યોગ્ય હોય તે ચિકિત્સ્ય. પણ સંવેગ નહીં પામનાર આ જીવ અયોગ્ય છે એ જણાવવા એને અચિકિત્સ્ય કહ્યો છે.
(૪) ‘મંડલી ઉપલેશન’ નો વૃત્તિકારે ‘સિદ્ધાન્ત આપવામાં અર્થમાંડલીમાં બેસાડવો’ આવો અર્થ કર્યો છે. આમાં, ‘સૂત્રમાંડલીમાં બેસાડવો’ એવો અર્થ એટલા માટે નથી કર્યો કે ‘‘સૂત્રમાંડલી પૂર્વે તો સૂત્રાત્મક કોઇ જિનવચન શ્રવણ કરાવ્યું નથી... સૂત્રપ્રદાન એ જ તો પ્રથમ પ્રસંગ છે. એટલે એ પ્રદાન કરે... એ વખતે જો શ્રોતા સંવેગવાળો ન બને તો પછી અર્થમાંડલીમાં એને ન બેસાડે... અર્થાત્ એને અર્થપ્રદાન ન કરે.’’ અહીં એ સમજવું કે ગુરુ સૂત્રપ્રદાન કાળે સૂત્રોચ્ચાર એવી રીતે કરતા હોય છે કે અમંદક્ષયોપશમવાળા શ્રોતાને કંઇક ને કંઇક અર્થબોધ એ જ વખતે થતો જાય છે. બહુ મંદ ક્ષયોપરામવાળા શ્રોતાને સૂત્રની સાથે સાથે સામાન્ય અર્થશબ્દાર્થ પણ કહેતા જાય. આનાથી જો એને સંવેગ જાગે તો એ યોગ્ય હોવાથી એને અર્થમાંડલીમાં બેસાડે... અર્થાત્ એને અર્થ = અનુયોગ = ચાલના-પ્રત્યવસ્થાન સુધીના છએ અંગવાળી વ્યાખ્યા આપે... કે પદાર્થ-વાક્યાર્થ-મહાવાક્યાર્થઐકંપર્યાર્થ આપે. એટલે આવો વિશેષ અર્થ આપવાની યોગ્યતા કે અયોગ્યતાનો નિર્ણય સામાન્ય અર્થ બોધ થતો જાય એવા સૂત્રપ્રદાનકાળે શ્રોતા સંવેગવાળો બને છે કે નહીં ? એના પરથી થાય છે. પણ સૂત્રપ્રદાન પૂર્વે તો એ નિર્ણય કરવાની કોઇ પરીક્ષા છે નહીં, માટે સૂત્રમાંડલીમાં બેસાડવા ન બેસાડવાનો પ્રશ્ન રહેતો નથી.*
(૫) તવધિોષ:... શ્રોતાનો સંવેગાભાવ-અયોગ્યતા વગેરે જે દોષ છે તેના કરતાં ગુરુનો દોષ મોટો છે. અર્થાત્ (ગુરુમાં સંવેગનો અભાવ અયોગ્યતા વગેરે વધારે પ્રબળ છે આવો અહીં અર્થ નથી, પણ) અયોગ્યશ્રોતાને ધર્મશ્રવણ દ્વારા જે દોષ થાય (હવે ભવિષ્યમાં જે નુકશાન થાય) એના કરતાં એ ધર્મશ્રવણ કરાવનાર
* ‘‘સૂત્રપ્રદાનમાત્રથી સંવેગ ઉત્થિત થઈ શકે નહિ. પરંતુ સૂત્રપ્રદાનને અર્થે સંસારની નિર્ગુણતા અને મોક્ષની સારભૂતતા બતાવીને એને જિજ્ઞાસુ બનાવવો પડે, અને જિજ્ઞાસુ જ સંવેગપૂર્વક સૂત્રનું ગ્રહણ કરે છે... વગેરે કલ્પના આવશ્યક નથી. સંસારની નિર્ગુણતા વગેરે બતાવવામાં આવે એનો કોઇ વાંધો નથી. પણ ‘સૂત્રપ્રદાન પૂર્વે એ બતાવવી જ પડે...’ વગેરે ગ્રન્થકારને માન્ય નથી. કેમકે જો એવું અભિપ્રેત હોત તો સંસારની નિર્ગુણતાના પ્રદર્શન વખતે શ્રોતાને સંવેગ જાગે છે કે નહીં એનો નિર્ણય થઈ શકે છે. અને એમાં જ જો નિર્ણય થઈ જાય કે સંવેગ જાગ્યો નથી, તો ગ્રન્થકાર સૂત્રમાંડલી ઉપવેશનનો જ નિષેધ કરી દેત. અર્થમાંડલીના નિષેધ સુધી પહોંચવાની જરૂર જ ન રહેત.
188
યોગવિંશિકા...૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org