________________
ઉપયોગમાંથી કાષાયિક પરિણતિઓને અને વિકલ્પોને ક્રમશઃ દૂર કરતી જાય છે. એના પ્રભાવે આગળ વધતાં જીવ ક્ષપકશ્રેણિ માંડવા દ્વારા વીતરાગતા પામે છે જે વીતરાગતા કેવલજ્ઞાનની ભેટ આપે છે. આ કેવલજ્ઞાન દ્વારા જીવ સંપૂર્ણ યોગનિરોધ કરી સર્વસંવરચારિત્રરૂપ શેલેશી અવસ્થા પામે છે જે સંપૂર્ણ કર્મક્ષય દ્વારા જીવને મોક્ષમાં લઈ જાય છે. આમ આલય-વિહારાદિ ક્રિયાઓ જીવને ઠેઠ મોક્ષ સુધી લઈ જાય છે.
સાધુની આલય-વિહારાદિકિયાને અહીં યોગ તરીકે જે કહી છે તે વિશેષ પ્રકારનો પ્રધાનયોગ સાધુઓને જ હોય છે એને નજરમાં રાખીને. બાકી દેશવિરતની ચૈત્યવન્દનાદિ ક્રિયા પણ યોગ છે જ, કારણકે ખુદ ગ્રન્થકાર એને યોગ તરીકે આગળ જણાવવાના છે. માટે એ બધી ધર્મક્રિયાઓનો અહીં ઉપલક્ષણથી સમાવેશ જાણવો* આ આલયવિહારાદિમાં... આલય મુકામ. એમાં નિસિહી કહીને પ્રવેશ કરીને જે કાંઈ આચારો પાળવાના હોય તે આલયકિયા કહેવાય. એમ વિહાર કરતી વેળા ઈર્યાસમિતિનું પાલન વગેરે... એ વિહારકિયા. ભાષાસમિતિ એ ભાષાક્યિા. ગુરુ વગેરેનો વિનયએ વિનયઝિયા. ૪૨ દોષરહિત ભિક્ષાની વેષણાભિક્ષાટનક્યિા... આવી બધી ક્યિા સ્વરૂપ ધર્મવ્યાપાર એ યોગ છે.
અહીં એક મહત્ત્વની બાબત પર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ પ્રકાશ ફેંકી રહ્યા છે. તેઓ ધર્મક્યિામાં રહેલો પ્રણિધાનાદિ આશયાત્મક ભાવ એ યોગ’ છે એમ નથી કહેતાં પણ પ્રણિધાનાદિ ભાવવાળી ધર્મક્યિા એ યોગ છે એમ કહી રહ્યા છે. અને એના દ્વારા ક્રિયાનું પણ મહત્ત્વ આંકી રહ્યા છે. આની પાછળ અનેક કારણો છે
* વિવક્ષિત વ્યક્તિનો એ યોગવાનું છે કે નહીં? એનો વ્યવહાર
*એટલે, “સાધુનો ધર્મવ્યાપાર જ અહીં યોગ તરીકે લેવાનો છે, બીજાઓના મન-વચન-કાયાના યોગો તો અન્યથા પણ પ્રવર્તતા હોવાથી તેમનો ધર્મવ્યાપાર યોગસ્વરૂપ નથી.'આવું માનવાની જરૂર નથી. તે પણ એટલા માટે કે દેશવિરત જીવના મન વગેરે યોગો સંસારક્રિયા દરમ્યાન અન્યથા પ્રવર્તતા હોય જ છે, ને તેમ છતાં એના ચૈત્યવન્દનાદિ ધર્મવ્યાપારને ગ્રન્થકાર ખુદ યોગ તરીકે કહેવાના જ છે. અપુનર્બન્ધકને અવિરતસમ્યગ્દષ્ટિમાં પણ મૈત્રાદિ યોગ હોવા અન્યત્ર જણાવેલા જ છે. આ ગ્રન્થમાં એને આગળ જે વ્યવહારથી યોગરૂપે કહેવાના છે તે એક સંકેતવિશેષની વિવક્ષાથી જ. બાકી પ્રસ્તુતમાં આપેલા લક્ષણ મુજબ, એમના પણ પરિશુદ્ધ ધર્મવ્યાપાર છેવટે મોક્ષ સુધી પહોંચાડનાર હોવાથી યોગ સ્વરૂપ હોવામાં કશો વાંધો જણાતો નથી.
યોગ = ધર્મવ્યાપાર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org