________________
વર્ણન જાણવું પણ, જ્યારે વિધિ પ્રવૃત્તિ માટે ખૂબ ખૂબ સત્ત્વ આવશ્યક હોય, ને એવું સત્ત્વતો અત્યન્ત વિરલ એકાદ બે સાધકને જ સંભવિત હોય, વિધિરસિક એવાં પણ સાધકોના મોટા ભાગને એવું સત્ત્વ ફોરવવું શક્ય ન દેખાતું હોય તો, શક્ય સત્ત્વફુરણથી જેટલું વિધિપાલન શક્ય હોય એટલા વિધિપાલન દ્વારા પણ સાધકોની સાધના ચાલુ રહે એ જ્ઞાનીઓને ઇષ્ટ છે. એમાં સૂત્રક્રિયાવિનાશ-તીર્થોચ્છેદકોષ નથી. આ વાતનું સૂચન પણ વૃત્તિકારે ૧૬મી ગાથાની વૃત્તિના અંતભાગે ‘ગીતાર્થાથી નિરપેક્ષ વિધિ અભિમાની જેઓ ઇઠાનીતન વ્યવહારને છોડી દે છે. વિશુદ્ધ વ્યવહાર
સ્થાપી શકતા નથી. તેઓ બીજ માત્રનો પણ ઉચ્છેદ કરનારા મહાદોષી બને છે વગેરે દ્વારા કર્યું છે. 'અવિધિથી કરવા કરતાં ન કરવું સારું આવા વચનનો નિષેધ કરવા પાછળ આવા અનુષ્ઠાનો પણ જ્ઞાનીઓની નજરમાં છે, એ જાણવું.
(૩) એક જણ અવિધિ અનુષ્ઠાન કરે એટલે એને જોઈને બીજો પણ અવિધિ અનુષ્ઠાન કરે. વળી એને જોઈને ત્રીજો પણ અવિધિ અનુષ્ઠાન કરે.. કમશઃ અવિધિઅનુષ્ઠાનની જ પરંપરા ચાલે. યોગ્ય જીવો પણ એ અવિધિને જ વિધિ માની એરૂપે જ પ્રવૃત્ત થાય. કોઈ એકાદ બે જણ હજુ વિધિ કરનાર હોય તો પણ હવે બધા એ વિધિને જ અવિધિ માની તિલાંજલિ આપી છે. આ રીતે વિધિ અનુષ્ઠાનનો તો લોપ જ થઈ જાય. સૂત્રક્રિયાનો થતો આ વિનાશ જ તો તીર્થોચ્છેદ છે.
न हि तीर्थनाम्ना जनसमुदाय एव तीर्थम्, आज्ञारहितस्य तस्यास्थिसंघातरूपत्वप्रतिपादनात्, किन्तु सूत्रविहितयथोचितक्रियाविशिष्टसाधुसाध्वीश्रावकश्राविकासमुदायः। तथा चाविधिकरणे सूत्रक्रियाविनाशात्परमार्थतस्तीर्थविनाश एव, इति तीर्थोच्छेदालम्बनेनाविधिस्थापने लाभमिच्छतो मूलक्षतिरायातेत्यर्थः ॥ १४ ।।
વૃત્તિઅર્થ: તીર્થના નામે પ્રસિદ્ધ થયેલો જનસમુદાય જ કાંઈ તીર્થ નથી, કારણકે આજ્ઞારહિત તેને તો હાડકાંના માળા જેવો કહ્યો છે. કિન્તુ સૂત્રમાં કહેલી યથોચિત ક્રિયાઓથી યુક્ત એવો સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો સમુદાય એ જ તીર્થ છે. એટલે અવિધિ કરવામાં સૂત્રક્રિયાનો વિનાશ થતો હોવાથી પરમાર્થથી તીર્થવિનાશ જ છે. તેથી, તીર્થોચ્છેદના ઓથા હેઠળ અવિધિની સ્થાપના કરવામાં લાભની ઇચ્છા કરવા જતાં મૂળની જ હાનિ થવાનો પ્રસંગ આવ્યો. એ પ્રમાણે અર્થ જાણવો.
વિવેચનઃ (૧) “જૈન” લેબલ મારી દે એટલા માત્રથી એ ચૂપ કે સમુદાય (શ્રીસંઘ હાડકાંનો માળો?)
(177)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org