________________
વિવેચનઃ શંકા - સ્થાનાદિયત્નાભાવવાળા જીવો સ્થાનાદિ ન જાળવે... એટલે કે અવિધિ સેવે. આવા જીવોને ચૈત્યવન્દનના અધિકારી કહ્યા, એટલે તેઓને ચૈત્યવન્દનાદિન આપવાથી તેઓતો ચૈત્યવન્દન કરશે નહીં. અને પંચમકાળના પ્રભાવે વિધિતત્પર ભાવુકો તો મળે તો પણ બે ત્રણ... વળી વધારે પડતા કાળમાં એટલા પણ નહીં મળે. એટલેકમશઃ એવો કાળ આવશે કે જિનોક્ત ક્યિા કરનારા કોઈ હશે જ નહીં... આનો મતલબ કે તીર્થ (શાસન) વિચ્છેદ પામ્યું. એટલે એના બદલે ભલે અવિધિ તો અવિધિ... પણ ચૈત્યવન્દનાદિ કરનારા તો મળે. ને તેથી તીર્થ તો આગળ ચાલે. માટે અવિધિવાળું અનુષ્ઠાન પણ આદરણીય છે. *(અર્થાત્ એવા જીવોને પણ ચૈત્યવન્દનાદિના અધિકારી માની સૂત્રપ્રદાન કરવું જોઇએ.)
શંકાકારની આવી શંકાનું સમાધાન કરવા ગ્રન્થકાર કહે છે – तित्थस्सुच्छेयाइ वि नालंबणमित्थ जंस एमेव। सुत्तकिरियाइ नासो एसो असमंजसविहाणा॥१४॥
तित्थस्स इत्यादि । अत्र-अविध्यनुष्ठाने 'तीर्थोच्छेदाद्यपि नालम्बनं तीर्थानुच्छेदायाविध्यनुष्ठानमपि कर्तव्यमिति नालम्बनीयम्, यद्-यस्मात् एवमेव अविध्यनुष्ठाने कियमाणे एव असमञ्जसविधानात् = विहितान्यथाकरणादशुद्ध पारम्पर्यप्रवृत्त्या
* “અહીં વિધિ કેવલ બાહ્ય આચરણાત્મક લેવી નથી. પરંતુ અંતરંગ ભાવથી સંવલિત એવી બાહ્ય આચરણાત્મક વિધિ લેવી છે.. વગેરે વિવેચન અસત્ જાણવું. અંતરંગભાવથી સંવલિત વિધિ હોય એ બેશક ઇચ્છનીય છે જ, પણ અહીં વાત માત્ર બાહ્ય વિધિની છે. કારણકે સૂત્રની વર્ણાનુપૂર્વી-ઉચ્ચારવિધિમુદ્રા વગેરે નિયત હોવાથી એના આદાન-પ્રદાન સંભવિત છે ને એના આધારે તીર્થનો ઉચ્છેદ-કે અનુચ્છેદ થાય છે. અંતરંગભાવમાં આમાંનું કશું જ નિયત હોતું નથી. તે પણ એટલા માટે કે અંતરંગભાવો શબ્દમાં ઉતારી શકાય એવા જ હોય એવો નિયમ નથી. તથા શબ્દોમાં ઉતરે એવા ભાવોમાં પણ એક જ વર્ણાનુપૂર્વીથી દરેકને એવા ભાવો વિકસે એ પણ નિયત નથી. માટે વર્ણાનુપૂર્વી નિયત નથી. એમ મુદ્રા વગેરેના અજાણ જીવને પણ અંતરંગભાવો સંભવિત છે. તેથી મુદ્રા પણ નિયત નથી. આમ અંતરંગભાવોમાં કશું નિયત ન હોવાથી એ અંગેનું માત્ર માર્ગદર્શન સંભવિત હોય છે, આદાન-પ્રદાનનહીં. વળી કોઇક બહારથી શુભભાવોનો માત્ર દેખાવ કરે, અંતરંગ એવા ભાવનહોય, ને સૂત્રોક્ત યિાવ્યવસ્થિત કરે તો તીર્થપ્રવૃત્તિતો અવ્યવચ્છિન્ન રહે જ છે, તીર્થવ્યવચ્છેદ કાંઈ થઈ જતો નથી. અંતરંગ અશુદ્ધભાવ કાંઈ દેખવાની વસ્તુ નથી કે જેથી બીજાઓ તે દેખીને તેવા અશુદ્ધભાવ ચલાવે ને તેથી તીર્થવ્યવચ્છેદ કહેવો પડે. એટલે જ ૧૪ મી ગાથામાં ક્રિયાના અસમંજસપણાથી સૂત્રક્રિયાનાનાશરૂપે જ તીર્થવ્યવચ્છેદ બતાવ્યો છે, અંતરંગભાવના અભાવના કારણે નહીં.) (તીર્થોછેદ આલંબન નથી
175)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org