________________
વિધિ બતાવતાં વિધિપૂર્વકનું ચૈત્યવન્દનનું સૂત્ર તથા તેની પ્રજ્ઞા અનુસાર એનો અર્થ આપવામાં આવે. તેવા જીવોને જ વિધિમાં યત્નનો લેશ સંભવે... ’’આવો કોઇ નિયમ હોવો આવશ્યક નથી કે ગીતાર્થ પુરુષોની પ્રવૃત્તિમાં એ જોવા પણ મળતો નથી. જેઓમાં એવી કોઇ અયોગ્યતા નથી તેવા જીવો ક્યારેક તો ભૌતિક અપેક્ષાથી ચૈત્યવન્દનાદિ શરુ કરે તો પણ એ કરતાં કરતાં કર્મક્ષયોપશમ થાય અને ભૌતિક અપેક્ષા છૂટી જાય, ને નિર્ભેળ આત્મહિતના પ્રયોજનથી ચૈત્યવન્દનાદિ પ્રભુભક્તિ કરતાં તેઓ થઇ જાય આવું ગ્રન્થકાર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ ખુદને પણ માન્ય છે એ તપપંચાશક- અષ્ટક પ્રકરણ વગેરે પરથી સ્પષ્ટ છે... તેમજ વર્તમાનમાં પણ આવા ઢગલાબંધ કિસ્સાઓ જોવા-જાણવા મળે છે, ત્યારે સંસારની નિર્ગુણતાનો ઉપાય પૂછતાં આવે એવા જ જીવોને યોગ્ય માનવા વગેરે કલ્પનાઓ અનાવશ્યક છે, એ સ્પષ્ટ છે.
વળી, પાંચમા કે છઠ્ઠા-સાતમા ગુણઠાણાના પરિણામ સામા જીવને સ્પર્યા છે એનો નિર્ણય છદ્મસ્થ ગુરુ શી રીતે કરી શકે ? તેથી, ‘જીવ ભાવથી તે તે ગુણસ્થાનને સ્પર્શે છે ત્યારે નિશ્ચયથી ચૈત્યવન્દનસૂત્રનો અધિકારી બને છે. તેથી ગુરુ તેને તે સૂત્રનું પ્રદાન કરે છે... ’વગેરે વાતો પણ ઊભી રહી શકતી નથી. અલબત્ એ ગુણસ્થાનને સ્પર્શે ત્યારથી નિશ્ચયથી અધિકારી બને છે એ વાત સાચી. પણ ‘આ નિશ્ચયથી અધિકારી બન્યો છે’ આવું ગુરુ જાણે છે ને તેથી એને સૂત્રનું પ્રદાન કરે છે.’ આ વાત શી રીતે માની શકાય ? વસ્તુતઃ સૂત્રપ્રદાન ખુદ એક વ્યવહાર છે, તેથી એના માટે વ્યવહારથી અધિકારી જોવા આવશ્યક છે. જેઓ નિશ્ચયથી પણ અધિકારી બની ચૂક્યા છે તે તેઓની વિશેષ યોગ્યતા છે, પણ એ જોવી આવશ્યક જ છે એવું નથી. ।। ૧૩।। नन्वविधिनाऽपि चैत्यवन्दनाद्यनुष्ठाने तीर्थप्रवृत्तिरव्यवच्छिन्ना स्यात्, विधेरेवावेषणे तु द्वित्राणामेव विधिपराणां लाभात् क्रमेण तीर्थोच्छेदः स्यादिति तदनुच्छेदायाविध्यनुष्ठानमप्यादरणीयमित्याशङ्कायामाह-
અવતરણિકાર્થ : (શંકાકારે નનુ શબ્દ દ્વારા શંકાનું ઉત્થાન કર્યું છે.) શંકા - અવિધિથી ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન થતા હો તો પણ તીર્થપ્રવૃત્તિ અવિચ્છિન્ન રહેશે. વિધિને જ શોધવા બેસશો તો બે ત્રણ જ વિધિ તત્પર જીવો મળવાથી ક્રમે કરીને તીર્થોચ્છેદ થઈ જશે. એટલે તીર્થનો ઉચ્છેદ ન થઈ જાય એ માટે અવિધિઅનુષ્ઠાન પણ આદરવું જોઇએ... આવી શંકાને નજરમાં રાખીને ગ્રન્થકાર કહે છે –
174
યોગવિંશિકા...૧૩
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org