________________
તેઓ સર્વથા અયોગ્ય છે એ પ્રમાણે વ્યવસ્થા જાણવી.
વિવેચન : અપુનર્બન્ધક અવસ્થા પણ જે પામ્યો નથી. એનો મતલબ આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ જેનું અંશ માત્ર પણ લક્ષ્ય ગયું નથી. સંસાર એ ઉપાધિ છે - આત્માની કદર્થના છે આવું ઊંડે ઊંડે પણ ક્યાંય પ્રતીત થયું નથી... એટલે એ જે કાંઇ પ્રવૃત્તિ કરે એ ભૌતિક અને માત્ર ભૌતિક ઉદ્દેશથી જ હોય છે. તેથી આત્મહિતનું માર્ગદર્શન આપનાર શાસ્ત્રો પ્રત્યે આ જીવોને સ્વારસિક શ્રદ્ધા-આદર-બહુમાન ન હોય એ સ્પષ્ટ છે. તેથી શાસ્ત્રોક્ત વિધિ પ્રત્યે પણ બહુમાનાદિ હોતા નથી. તેમ છતાં તેઓ ક્યારેક શાસ્ત્રોક્ત ચૈત્યવન્દનાદિ વિધાનો કરતાં દેખાય તો એ માત્ર ગતાનુગતિકતાથી જ કરતા હોય એ સ્પષ્ટ છે. માટે એમાં પ્રણિધાનાદિ નથી ભળ્યા હોતા કે નથી એ ભળવાની કોઇ ભૂમિકા હોતી. તેથી આવા જીવો ચૈત્યવન્દનાદિ સૂત્રપ્રદાન માટે સર્વથા અયોગ્ય છે.
આમ સર્વવિરત અને દેશવિરત તત્ત્વતઃ યોગ્ય છે, અવિરતસમ્યગ્દષ્ટિ અને અપુનર્જન્ધક વ્યવહારથી યોગ્ય છે, અને એવી ભૂમિકાએ પણ નહીં પહોંચેલા જીવો સર્વથા (=નિશ્ચય અને વ્યવહાર બન્નેથી) અયોગ્ય છે એમ સૂત્રપ્રદાન અંગે વ્યવસ્થા નિશ્ચિત થઇ.
પૂર્વે વિચારી ગયા એમ, સામા જીવમાં ભવાભિનન્દીપણાનો નિર્ણય કરાવે એવા ક્ષુદ્રતાદિ વ્યક્ત દોષ કે સૂત્ર-સૂત્રકાર-સૂત્રદાતા વગેરે પ્રત્યે તીવ્ર અરુચિઅવહેલના વગેરે અયોગ્યતા સૂચક દોષ દેખવા મળી જાય તો તો અયોગ્યતાનો નિર્ણય થવાથી યોગ્યતાની સંભાવના કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. પણ જો આવી કોઇ સ્ફુટ અયોગ્યતા ન જણાતી હોય તો ગીતાર્થ ગુરુ યોગ્યતાની સંભાવના કરી સૂત્રપ્રદાનાદિ કરે જ છે. એટલે, આ વાસ્તવિકતાને નજરમાં રાખીને જ બાલ્યવયમાં પણ ચૈત્યવન્દનાદિ સૂત્રો અપાય છે, એ જાણવું. એમ કંઇક ઉંમરવાળા થઇને પછી જેઓને કંઇક ધર્માભિમુખતા થઇ છે – જિજ્ઞાસા જાગી છે એમને માટે પણ નિયમ તો આ જ કે એવી કોઇ અયોગ્યતા ન દેખાતી હોય તો યોગ્યતાની સંભાવના કરી ચૈત્યવન્દનાદિ શીખવાડવામાં આવે છે. “એમને સંસારની નિર્ગુણતાનું સ્વરૂપ બતાવવામાં આવે, તેઓને સંસાર નિર્ગુણ ભાસે, તેઓ પ્રશ્ન કરે કે આ નિર્ગુણસંસારથી તરવાનો ઉપાય શું છે ? ત્યારે તેઓને તેના ઉપાયરૂપે ભગવદ્ભક્તિ કરવાનું કહેવામાં આવે, તેની
-
અધિકારી વ્યવહારથી જોવાય
Jain Education International
For Private & Personal Use Only
173
www.jainelibrary.org