________________
છ સાતમે ગુણઠાણે રહેલા અને તેથી તત્ત્વથી અધિકારી એવા પણ જીવો દીર્ધકાળ સુધી પરમામૃતાનુષ્ઠાન જ કરતા રહે એવો કોઈ નિયમ નથી (કારણકે તદ્ધતુ પણ સંભવિત છે.) છતાં તેઓમાં પરમામૃતાનુષ્ઠાન સાધવાની તત્પરતા તો હોય જ છે તેમજ એ સાધી શકાય એવી યોગ્યતા છે-સામગ્રી છે. અને એના કારણે એની સંભાવના પણ છે. માટે એ તત્ત્વથી અધિકારી છે જ. એટલે જ અહીં પરમામૃતાનુષ્ઠાનવન્તઃ ન કહેતાં પરમામૃતાનુષીનપ/: કહ્યું હોય એમ લાગે છે.
એટલે જ દેશવિરત જીવો માટે પણ.યસમ્ભવેન અમૃતાનુષ્ઠાનસિદ્ધ એમ જણાવ્યું છે. અર્થાત્ આગમપરતન્ત્રતયા વિધિયત્નની સંભાવના બતાવી વિધિયત્નનો નિયમન બતાવ્યો. એટલે અર્થ એ મળે કે જ્યારે એવો વિધિયત્ન થાય ત્યારે અમૃતાનુષ્ઠાન થાય, જ્યારે એવો વિધિયત્ન ન થાય ત્યારે અમૃતાનુષ્ઠાનન થાય, અને છતાં દેશવિરત જીવો અમૃતાનુષ્ઠાનતત્પર તો કહેવાય જ. અને એ તત્પરતાયોગ્યતા વગેરે હોવાથી તત્ત્વથી અધિકારી પણ છે જ. (એટલે ઇચ્છાયોગમાં વર્તતા વિરતિધર પણ તત્ત્વથી અધિકારી નથી, વગેરે કલ્પનાની જરૂર નથી.)
વૃત્તિકારે દેશવિરતિધર માટે અમૃતાનુષ્ઠાન કહ્યું અને સર્વવિરતિધર માટે પરમામૃતાનુષ્ઠાન કહ્યું તેનો વિચાર કરીએ. પાંચ ઇન્દ્રિય, છઠું મન અને પજીવનિકાય. એમ બાર પ્રકારની અવિરતિ છે. એમાંથી દેશવિરતજીવને માત્ર ત્રસકાયની પણ આંશિક વિરતિ જ હોય છે. એટલે તેઓને સર્વવિરત જેવી પરિપૂર્ણ કાયવુતિ હોતી નથી. વળી આગમપરતત્રતા પણ દેશવિરત જીવોને ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન પૂરતી હોય છે, વેપાર વગેરે અનેક સંસારસંબંધી પ્રવૃત્તિ વખતે આશાપારતત્ર્ય તેઓને હોતું નથી. સર્વવિરત જીવને જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં આજ્ઞાપારતત્ય હોય છે. માટે સર્વવિરતને જ પરમામૃતાનુષ્ઠાન હોય છે જ્યારે દેશવિરતને અમૃતાનુષ્ઠાન હોય છે. (એટલે જ દેશવિરત કરતાં સર્વવિરતને કર્મ નિર્જરા અસંખ્યગુણ હોય છે, તેમજ દોષહ્રાસ પણ પ્રચુરમાત્રામાં થતો હોય છે. આ જ કારણ છે કે સર્વવિરતિની સ્પર્શનાવાળા વધુમાં વધુ ૭ કે ૮ ભવો જ જોઇએ છે જ્યારે દેશવિરતિની સ્પર્શનાવાળા અસંખ્યભવ પણ શક્ય છે.)
(૩) અવિરતસમ્યગ્દષ્ટિ અને અપુનર્બન્ધક જીવોને વિરતિ ન હોવાથી અમૃતાનુષ્ઠાન સંભવિત નથી. છતાં તહેતુઅનુષ્ઠાન તો તેઓને સંભવિત છે જ. માટે અિપુનર્બન્ધકાદિ વ્યવહારથી અધિકારી
169)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org