________________
સૂચન કરે છે. લહિયા વગેરેની ભૂલથી રહી ગયો હોય એવું સંભવિત છે. અને તેમ છતાં, જો એ શબ્દ ત્યાં ન હોય તો, અપુનર્બન્ધકના ઉપલક્ષણથી એનું ગ્રહણ કરવું, કારણકે એ જીવો પણ વ્યવહારથી અધિકારી તો છે જ.)
(૨) હજુ ચૈત્યવન્દન આવડતું ન હોય એવા જીવોને પણ તથાવિધ ઉપદેશશ્રવણ વગેરે દ્વારા ભાવો ઉલ્લસિત થઈ જાય અને સર્વવિરતિ પરિણામ પેદા થઈ જાય એવું અશક્ય નથી. આવા સર્વવિરતજીવો ચૈત્યવન્દનસૂત્રપ્રધાનના તત્ત્વથી અધિકારી છે. આ સૂત્રપ્રદાન થાય એટલે પ્રથમવારથી જ સંપૂર્ણ વિધિબોધ અને સંપૂર્ણ વિધિપાલન હોય જ એવું માની શકાય નહીં. એટલે વિધિ વિકલતા સંભવિત છે. પણ એટલા માત્રથી ‘એ તદ્ધતુઅનુષ્ઠાન જ હોય, (પરમ) અમૃતાનુષ્ઠાન નહીં એવું કહી શકાય નહીં. કારણકે માત્ર અષ્ટપ્રવચનમાતાના જ્ઞાનવાળાને ક્ષપકશ્રેણિ જો આવી શકે છે તો અમૃતાનુષ્ઠાન આવી શકવામાં કશો વાંધો નથી. સંપૂર્ણવિધિબોધ એ પણ સંપૂર્ણવિધિપાલનની કારણસામગ્રીમાં સમાવિષ્ટ છે. એટલે એનો અભાવ એ સામગ્રીવિકલતારૂપ બને છે. તેથી વિધિની જે વિકલતા છે તે સામગ્રીની વિકલતાવશાતુ છે, પ્રમાદાદિવશાત્ નથી, માટે એ તદ્દેતુઅનુષ્ઠાન નથી, પણ અમૃતાનુષ્ઠાન જ છે.
પણ જો વિધિની વિકલતા પ્રમાદાદિવશાત્ આવે તો એ તતુઅનુષ્ઠાન જ જાણવું.
પ્રશ્નઃ વિધિવેકલ્યનો પ્રયોજક પ્રમાદ સર્વવિરતને (છહાગુણઠાણાવાળાને) સંભવે?
ઉત્તર : હા, આગળ ૧૬મી ગાથાની વૃત્તિમાં ન જૈવ તતૂરાષ8-સમગુસ્થાન.. વગેરે જે અધિકાર છે એના પરથી એ સંભવે એમ જણાય છે. અને તેથી છઠે ગુણઠાણે (પરમ) અમૃતાનુષ્ઠાન અને તદ્ધતુઅનુષ્ઠાન બન્ને સંભવિત છે એમ માનવું જોઇએ.
પણ, સર્વવિરતને અનુષ્ઠાન પણ હોય શકે એ વાત તો સંભવિત લાગતી નથી. કારણકે ક્વચિત્ અપ્રધાન બાબતમાં અનુપયોગ હોય ત્યારે પણ, પ્રણિધાનના પ્રભાવે-છેવટે સંસ્કારરૂપે પણ પ્રધાનફળ મોક્ષનો ઉદ્દેશ બેસેલો જ હોય છે, આ અંગેની પ્રણિધાનશૂન્યતા સંભવતી નથી.
[168
યિોગવિંશિકા...૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org