________________
નિશ્ચયનયની માન્યતા આવી છે કે સમ્યત્વી સમ્યત્વ પામે. (મિથ્યાત્વી સમ્યત્વ પામે એ વ્યવહારની માન્યતા છે.) એમ વિરતિધર વિરતિ પામે એ નિશ્ચયની માન્યતા છે. એટલે પહેલાં ભલે અવિરત હોય, ને પ્રતિજ્ઞા કરે... એનું પાલન કરતાં કરતાં વિરતિ પરિણામ પ્રગટ થાય... આવું નિશ્ચયને માન્ય નથી. કારણકે નિશ્ચયનય એમ કહે છે કે એવું કરવામાં, જ્યાં સુધી વિરતિપરિણામ પ્રગટ ન થયો ત્યાં સુધી તો પ્રતિજ્ઞા એ મૃષાવાદ બની રહે. એટલે નિશ્ચયનય એમ કહે છે કે જેમને વિરતિપરિણામ વર્તતો હોય તેઓજ ચૈત્યવન્દનના અધિકારી છે. (વ્યવહારનયતો, પ્રતિજ્ઞાથી વિપરીત આચરણ ન કરે.. પ્રતિજ્ઞાનુકૂલ જ બાહ્ય આચરણ હોય, તો પ્રતિજ્ઞાનો ભંગ માનતો નથી. એટલે જ્યાં સુધી અંદર પરિણામ ન જાગે ત્યાં સુધી પણ પ્રતિજ્ઞા મૃષાવાદરૂપ બનતી નથી. અને તેથી અંદર વિરતિ પરિણામ ન જાગ્યો હોય એવા જીવ પણ વ્યવહારનયે અધિકારી હોવામાં વાંધો નથી.)
__ ततः सम्यक् चिन्तितव्यमेतत् यदुत ‘कायं व्युत्सृजामि' इति प्रतिज्ञाऽन्यथानुपपत्त्या देशविरतिपरिणामयुक्ता एव चैत्यवन्दनानुष्ठानेऽधिकारिणः, तेषामेवागमपरतन्त्रतया विधियत्नसम्भवेनामृतानुष्ठानसिद्धेरिति।
વૃત્તિઅર્થ તેથી, આ સમ્યવિચારવું કે કાયાને વોસિરાવું છું એવી પ્રતિજ્ઞા અન્યથા અસંગત રહેતી હોવાથી દેશવિરતિપરિણામથી યુક્ત જીવો જ ચૈત્યવન્દનઅનુષ્ઠાનના અધિકારી છે. કારણકે તેઓને જ, આગમને પરતત્ર રહીને વિધિપાલનનો પ્રયત્ન સંભવિત હોવાથી અમૃતઅનુષ્ઠાન સિદ્ધ થઈ શકે છે.
વિવેચનઃ વિરતિપરિણામની ગેરહાજરીમાં પ્રતિજ્ઞા અસંગત કેમ રહે છે એ પૂર્વે વિચારી ગયા. બીજું કારણ પણ અહીં વૃત્તિકાર દર્શાવે છે. આગમોક્ત અનુષ્ઠાનનું પરિપૂર્ણ પાલન ત્યારે જ થયું કહેવાય જો આગમોક્ત બધી વિધિઓ જાળવવામાં આવી હોય. સંપૂર્ણ વિધિજાળવણી તોજ શક્ય બને જો એનાં પ્રતિપાદક આગમોક્ત વચનો પર હાડોહાડ શ્રદ્ધા હોય... આ માટે દર્શનમોહનીયનો ક્ષયોપશમ જોઇએ છે.
આ અનુષ્ઠાન આ રીતે કરવાથી જ આત્મહિત થાય આવી તીવ્રશ્રદ્ધા ન હોય તો નાનાનાના વિધાનમાં ગરબડ થવાની શક્યતા રહે. દર્શનમોહનીયનો ક્ષયોપશમ હોય તો શ્રદ્ધા મજબૂત છે, છતાં એને આચરણમાં લાવવા માટે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ પણ જોઇએ છે. આ ક્ષયોપશમ દેશવિરતિથી પ્રારંભાય છે. માટે દેશ166)
યોગવિંશિકા....૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org