________________
વૃત્તિનો અર્થ-) “અહો ! મારા ભગવાને આ અનુષ્ઠાન કહ્યું છે આવી શ્રદ્ધાની પ્રધાનતાવાળું અને અત્યંત = અતીવસંવેગગર્ભિત = મોક્ષાભિલાષાસહિત એવું આ= અનુષ્ઠાન અમરણ એવા મોક્ષનું કારણ હોવાથી ‘અમૃત સંજ્ઞાવાળું બને છે એમ શ્રી ગૌતમ વગેરે મહામુનિઓ કહે છે.
વિવેચનઃ (૧) ‘મારા ભગવાને કહ્યું છે. આ જ વાતની મહત્તાને પ્રબળ શ્રદ્ધા છે. એટલે ભગવાને વિવક્ષિત અનુષ્ઠાન જે રીતે કરવાનું કહ્યું હોય એ બધી વિધિનું સૂક્ષ્મતાથી પાલન કરવાનો સ્વારસિક આગ્રહ ઊભો થાય જ. વળી, પીદ્ગલિક સુખોની ક્ષણભંગુરતા, અવિશ્વસનીયતા, દુઃખપ્રતિકારરૂપતા, વિપાકદારૂણતા, પરાધીનતા વગેરેની પ્રતીતિ થયેલી છે ને એની સામે અપીદ્ગલિક સુખની કંઈક પણ અનુભૂતિ સાથે મોક્ષની સુંદરતાની પિછાણ થયેલી છે. એટલે મોક્ષની તીવ્ર ઝંખના પેદા થયેલી છે જે પણ એના ઉપાયભૂત ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાનની તીવ્ર રુચિ પેદા કરાવે છે ને એના કારણે પણ એના વેળા-વિધિ વ્યવસ્થિત જાળવવાનો સ્વારસિક આગ્રહ ઊભો થાય છે. એટલે એક બાજુ મોક્ષની તીવ્ર અભિલાષારૂપ અત્યન્ત સંવેગ છે જે દઢ પ્રણિધાન ઊભું કરે છે અને બીજી બાજુ શાસ્ત્રમાં જે પ્રકારે વેળા-વિધિ જાળવવાના કહ્યા હોય એ બધાનું પરિપૂર્ણ પાલન છે. તેથી ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાન અમૃત અનુષ્ઠાન રૂપ બને છે.
(૨) આ અનુષ્ઠાન, જ્યાંમરણનથી એવી અમરણઅવસ્થાનું-મોક્ષનું કારણ છે, માટે એને - ‘અમૃત” એવી સંજ્ઞા આપવામાં આવેલી છે, અર્થાત્ એ અમૃતઅનુષ્ઠાન છે એમ શ્રીગૌતમગણધર વગેરે મહામુનિઓ કહે છે.
શ્રી અધ્યાત્મસારના ૧૦મા અધિકારના ર૭મા શ્લોકમાં કહ્યું છે કે – શાસ્ત્રાર્થલોચન સમ્યફ પ્રણિધાન ચ કર્મણિ કાલાઘકવિપર્યાસોડમૃતાનુષ્ઠાનલક્ષણમ્ II ર ૭ /
શાસ્ત્રાર્થનું સમ્યફ આલોચન હોય, અનુષ્ઠાનમાં દઢ પ્રણિધાન હોય અને કાળ વગેરે અંગોનો વિપર્યાસ ન હોય. આ અમૃતાનુષ્ઠાનનું લક્ષણ છે...
અમૃતાનુષ્ઠાનની અધ્યાત્મસારમાં આપેલી આ વ્યાખ્યા ઉત્કૃષ્ટના વર્ણનરૂપ જાણવી. કારણકે શાસ્ત્રાભ્યાસનર્યો હોય એવા સાધકને શાસ્ત્રાર્થનું આલોચનશક્ય (અમૃતાનુષ્ઠાન
(161)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org