________________
ગણવું ? કારણકે શૂન્યમનસ્કતા એની અનનુષ્ઠાનમાં ગણતરી કરાવે છે, ને સદ્દનુષ્ઠાનરાગ એની તદ્વેતુઅનુષ્ઠાનમાં ગણતરી કરાવે છે.
ઉત્તર : એની ગણતરી (ભલે મંદ કક્ષાના) પણ તદ્વેતુ અનુષ્ઠાનમાં કરવી ઉચિત લાગે છે. ઉપયોગશૂન્યતા પણ છેવટે એકપ્રકારની વિધિવિકલતા જ છે. અને વિધિવિકલતા હોવા માત્રથી અનુષ્ઠાનમાંથી તદ્વેતુપણું નીકળી જતું નથી. એટલે અનુષ્ઠાનમાં સદ્દનુષ્ઠાનરાગાભાવપ્રયુક્ત જે માનસોપયોગશૂન્યતા-ગતાનુગતિકતા આવે એ જ અનુષ્ઠાનને ‘અનનુષ્ઠાન’ બનાવનાર છે એમ નિષ્કર્ષ ઉચિત લાગે છે. ફળપ્રણિધાનાભાવ પણ આવા જ અનુષ્ઠાન માટે કહી શકાય. જેમાં સદનુષ્ઠાનરાગ ભળેલો છે એવા અનુષ્ઠાનમાં ક્યારેક સ્વરૂપતઃ (અથવા વ્યક્ત રૂપે) ફળપ્રણિધાન ન હોય તો પણ ફળતઃ (અથવા સંસ્કારરૂપે) ફળપ્રણિધાન તો હોય જ છે એમ માનવું યોગ્ય લાગે છે.
(૧) મૂળમાં તદ્ શબ્દ છે, તેમજ યોગબિન્દુની વૃત્તિમાં તત: પછી તવ્ છે, માટે અહીં પણ એ શબ્દ હોવો જોઇએ.
एतद्रागादिदं हेतुः श्रेष्ठो योगविदो विदुः ।
सदनुष्ठानभावस्य शुभभावांशयोगतः ॥ १५९ ॥ एतद्रागात् = 'सदनुष्ठानबहुमानात् इदं = आदिधार्मिककालभावि देवपूजाद्यनुष्ठानं सदनुष्ठानभावस्य = तात्त्विकदेवपूजाद्याचारपरिणामस्य 'मुक्त्यद्वेषेण मनाग् मुक्त्यनुसारेण (मुक्त्यनुरागेण) वा शुभभावलेशयोगात् श्रेष्ठः = अवन्ध्यो हेतुरिति योगविदो विदुः = जानते ।
વૃત્તિઅર્થ : (યોગબિન્દુના ૧૫૯ મા શ્લોકનો અર્થ -) શુભભાવાંશનો યોગ હોવાથી, અનુષ્ઠાનના રાગથી દેવપૂજાદિ અનુષ્ઠાન સદનુષ્ઠાનભાવનો શ્રેષ્ઠ હેતુ છે, એમ યોગના જાણકારો કહે છે. (શ્લોકની વૃત્તિનો અર્થ -) સનુષ્ઠાન પ્રત્યેના બહુમાનના કારણે આ = આદિધાર્મિકકાળભાવી દેવપૂજા વગેરે અનુષ્ઠાન, સદનુષ્ઠાનભાવનો = તાત્ત્વિક દેવપૂજા વગેરે આચાર પરિણામનો શ્રેષ્ઠ = અવંધ્ય હેતુ બને છે એમ યોગના જાણકારો કહે છે, કારણકે આ અનુષ્ઠાનમાં મુક્તિના અદ્વેષ કે મુક્તિના કંઇક અનુરાગના કારણે શુભભાવનો લેશ રહેલો છે.
વિવેચન : (૧) સવનુષ્ઠાન... સદનુષ્ઠાન પ્રત્યેનું બહુમાન સોપાધિક ન જોઇએ.
તદેતુ અનુષ્ઠાન
Jain Education International
For Private & Personal Use Only
157
www.jainelibrary.org