________________
અનુષ્ઠાન તસ્કેતુઅનુષ્ઠાન બની શકે છે જે ઉપાદેય છે, વગેરે વાત કરવાની અહીં જરૂર નથી. તેમ છતાં અહીં એ થોડી ઘણી જે વિચારી છે કે, આ વિવેચનના વચનોને સન્દર્ભહીન રીતે ટાંકીને કોઈ પોતાની કુતર્કપ્રયુક્ત અસત્યવાતોનું સમર્થન ન કરી દે એ માટે વિચારી છે એ જાણવું.
दिव्यभोगाभिलाषेण गरमाहुर्मनीषिणः।
एतद्विहितनीत्यैव कालान्तरनिपातनात्॥१५७।। एतद् = अनुष्ठानं ऐहिकभोगनि:स्पृहस्य स्वर्गभोगस्पृहया गरमाहुः विहितनीत्यैव = 'विषोक्तनीत्यैव, केवलं कालान्तरे= भवान्तररूपे निपातनात् = अनर्थसम्पादनात् । विषं सद्य एव विनाशहेतुः, गरश्च कालान्तरेणेत्येवमुपन्यासः।
વૃત્તિઅર્થ: (યોગબિન્દુના ૧૫૭મા શ્લોકનો અર્થ –) દિવ્યભોગની અભિલાષાના કારણે આ = અનુષ્ઠાનને મનીષીઓ પૂર્વોક્ત રીતે જ ગરાનુષ્ઠાન કહે છે, કારણકે કાલાન્તરે નિપાત થાય છે. (એ શ્લોકની વૃત્તિનો અર્થ –) ઐહિકભોગમાં નિઃસ્પૃહજીવનું આ = અનુષ્ઠાન સ્વર્ગભોગની સ્પૃહાના કારણે ગરાનુષ્ઠાન બને છે એમ મનીષીઓ કહે છે. વિષાનુષ્ઠાનમાં જે રીત બતાવીતે રીતે જ અહીં પણ જાણવું, માત્ર ભવાન્તરરૂપ કાળાન્તરમાં અનર્થનું સંપાદન થતું હોવાથી આ અનુષ્ઠાન વિષ ન કહેવાતાં ‘ગર કહેવાય છે. વિષ તૂર્ત જ વિનાશકારણ બને છે, ગર કાળાન્તરે. માટે આ રીતે ઉપન્યાસ છે.
વિવેચનઃ (૧) વિકો... સચ્ચિત્તનું મારણ અને લઘુત્વનું આપાદન આ બે કારણો અનુષ્ઠાનને વિષ બનાવે છે એમ કહેલું. અહીં પણ આ બે જ કારણો અનુષ્ઠાનને ગર’ બનાવે છે, એ જાણવું તફાવત એટલો જ છે કે વિષ તત્કાળમારનાર છે, ગર કાળાન્તરે.
- આલોક-પરલોક ઉભયની ઇચ્છાથી જો અનુષ્ઠાન થતું હોય તો બેમાંથી જેની ઇચ્છા પ્રબળ હોય-મુખ્ય હોય તેને આધારે અનુષ્ઠાનનો વિષમાં કે ગરમાં સમાવેશ કરવો, આ પ્રમાણે બત્રીશીમાં કહ્યું છે.
अनाभोगवतश्चैतदननुष्ठानमुच्यते। सम्प्रमुग्धं मनोऽस्येति ततश्चैतद्यथोदितम्॥ १५८ ॥ अनाभोगवतः = कुत्रापि
ગિર-અનુષ્ઠાન
155
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org