SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ મંદતા રૂપ સમતા) સંભવિત છે. શ્રુતના બળે એને પણ પુણ્ય-પાપની સુખ-દુઃખના કારણ તરીકે શ્રદ્ધા-જાણકારી મળે છે અને તેથી એ પણ એના ઉપાદાન-વર્જન પરિણામવાળો બને છે. આ બધાને એના સચ્ચિત્ત તરીકે લઇએ તો એનું મારણ પણ શક્ય હોવાથી એને વિષ-ગર સંભવિત બને જ છે એ જાણવું. માટે વિષાનુષ્ઠાન વગેરે ભેદો અંગે બહુશ્રુતોએ પર્યાપ્ત વિચાર કરવો આવશ્યક છે. થોડો વિચાર આગળ કરીશું. ભૌતિક આવશ્યકતા ઊભી થવા પર ‘જિનભક્તે જે નવ થયું તે બીજાથી નિવ થાય રે.... ’વગેરે રૂપ પ્રબળ શ્રદ્ધાથી, તે આવશ્યક્તાના અન્ય ઉપાયો કરતાં પણ પ્રભુભક્તિ વગેરેને પ્રબળ ઉપાય તરીકે જે માને છે ને આચરે છે એ તો જિનભક્તિ વગેરેરૂપ ધર્મની લઘુતા કરતો નથી, પણ ઉપરથી ગૌરવ કરે છે, માટે એ જિનભક્તિ વગેરે વિષાનુષ્ઠાનરૂપ બનતા નથી એ જાણવું. પણ જો પૂર્વે કહ્યું એમ, શ્રદ્ઘા નિર્બળ ને ભૌતિક ચીજની ઇચ્છા પ્રબળ હોય તો અબાધ્યકક્ષાની કળાપેક્ષા થવાથી વિષાનુષ્ઠાન થાય જ એમ લાગે છે. એ ત્યાજ્ય એટલા માટે છે કે એનાથી નથી ફળાપેક્ષા બાધા પામતી કે નથી અનુષ્ઠાન રાગ ઉત્તરોત્તર વધતો... પણ, છદ્મસ્થ ગુરુ સામા જીવની ફળાપેક્ષા ખાધ્ય છે કે અબાધ્ય એનો નિર્ણય ન કરી શકવાથી, ‘ફળાપેક્ષા બાધ્ય હશે’ અને ‘આ રીતે જ એના મોક્ષમાર્ગમાં પ્રવેશ-પ્રગતિ થશે’ એવી આશાથી ક્યારેય કોઇને અટકાવતા નથી. પણ અનુષ્ઠાન કરતો જાય ને સાથે અનુષ્ઠાન પ્રત્યે... એની ઝીણી ઝીણી વિધિ પ્રત્યે કે ભગવાન વગેરે ઉપાસ્ય તત્ત્વ પ્રત્યે અવજ્ઞા-અણગમો-તિરસ્કાર કરતો જાય તો એવા અપ્રજ્ઞાપનીય જીવો તો અનુષ્ઠાન છોડી દે એ પણ એને અવજ્ઞા વગેરે રૂપ વિશેષ મોટા દોષથી બચાવનાર છે. તેથી એને અનુષ્ઠાન છોડી દેવાનું માર્ગદર્શન આપી શકાય છે. પૂજા કરતી વેળા ભેગી ઘોર આશાતનાઓ પણ જાણી જોઇને એવા વિચિત્ર પરિણામવશાત્ કર્યા કરે ...... ને આશાતના છોડવા તૈયાર ન હોય એવો જીવ પૂજા છોડી કે એ પણ ઇચ્છનીય છે. ચાની પત્તી જ સાકરના સંપાદનમાં પ્રતિબન્ધક બનતી હોય તો એવા અવસરે કામચલાઉ ચાની પત્તીનો ત્યાગ પણ કરવો પડે. અલબત્ આ ગ્રન્થના અધિકારી જીવો ફુલયોગી વગેરે છે. એમને પોતાના અનુષ્ઠાનમાં ક્યાંય ભૌતિક અપેક્ષા આવી ન જાય અને આશયશુદ્ધિ વધુ ને વધુ પ્રબળ થયા કરે એ માટે વિષાનુષ્ઠાન વગેરેની પ્રરૂપણા છે. એટલે ભૌતિક અપેક્ષા હોવા છતાં 154 યોગવિંશિકા....૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004966
Book TitleYogavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy