________________
પ્રથમ પગથિયે તો એને પ્રાયઃ આવવું જ પડવાનું છે. ગીતાર્થ પુરુષને તો એવા જીવ માટે એવો જ અભિપ્રાય રહે કે કદાચ અત્યારે બીજે પગથિયે ભલે ન ચઢી શકે. પ્રથમ પગથિયા પર પહોંચ્યો છે તો એ સ્થિતિ તો જળવાઈ જ રહેવી જોઇએ. એટલે, વિષાનુષ્ઠાનાદિનું નિરૂપણ કે સ્થાનાદિશૂન્ય અનુષ્ઠાન નિષ્ફળ વિપરીતફળવાળું છે... એવું નિરૂપણ અનુષ્ઠાનને ત્યાજ્ય જણાવવા નથી, પણ ભૌતિક અપેક્ષા-અવિધિ વગેરેને ત્યાજ્ય જણાવવા માટે જ છે, એ સ્પષ્ટ છે. એટલે જ આ નિરૂપણો સાંભળી જેમને ધર્મ ત્યાજ્ય ભાસે એ જીવો આ ગ્રન્થોના અધિકારી નથી.
આ વાત સર્વત્ર સમજી રાખવા જેવી છે કે સરેરાશ શ્રોતાઓને ત્યાજ્ય ચીજ અત્યાજ્ય ભાસે કે અત્યાજ્ય ચીજ ત્યાજ્ય ભાસે એ રીતે કરાતું નિરૂપણ શ્રી જૈનશાસનની દેશનાપદ્ધતિથી વિરુદ્ધ છે. જેઓને વ્યવહારની ધૂન લાગી ગઈ છે પણ નિશ્ચય તરફ નજર સુધ્ધાં નાખતા નથી એવા જીવોને નિશ્ચય કેળવવા તરફ પણ તેઓ લક્ષ્ય આપે એ માટે નિશ્ચયની મહત્તા જોરશોરથી દર્શાવવામાં આવે... અરે, “નિશ્ચય તરફ લક્ષ્ય પણ ન હોય એનો વ્યવહાર નિષ્ફળ છે...' વગેરે પણ કહેવામાં આવે... એ બધું વ્યવહારની ત્યાજ્યતા જણાવવા નથી હોતું, માત્ર નિશ્ચય પર જોર આપવા માટે હોય છે. નિશ્ચયનું જે વર્ણન વ્યવહારમાં ત્યાજ્યતાની પ્રતીતિ કરાવે એ વસ્તુતઃ નિશ્ચય નથી, પણ નિશ્ચયાભાસ છે. એ જ રીતે કોરા નિશ્ચયની વાતો ક્ય કરનારા સમક્ષ વ્યવહારની જોરદાર પ્રતિષ્ઠા કરવી પડે. પણ એ જો એ રીતે થાય કે જેથી શ્રોતા નિશ્ચયને ત્યાજ્ય માનતો થઈ જાય, તો એ પણ સાચો વ્યવહાર નથી, પણ વ્યવહારાભાસ છે.
ચા માટે દૂધ-પાણીની સાથે ચાની પત્તી પણ જોઇએને સાકર પણ જોઇએ. ચાની પત્તી ભેગી ર્યા કરે, પણ ચા બનતી નથી, (કારણકે સાકર હાજર કરી નથી)
એટલે ચાની પત્તી ઓછી પડી લાગે છે એમ સમજી ચાની પત્તી વધાર્યા કરે તે યાવત્ ડબ્બાના ડબ્બા ભરાય એટલી ભેગી કરે.. પણ સાકરની એક ચમચી પણ ન લાવે... એ ચા પામી શકવાનો નથી. આવા જીવને સાકરની આવશ્યક્તા પર ભાર આપવા માટે આવું પણ ક્યારેક કહેવામાં આવે કે “જેની પાસે એક ચમચી સાકર પણ નથી એની ડબ્બાઓ ભરેલી ચાની પત્તી પણ નકામી છે, ઉપરથી એકલી પત્તી ભેગી કરવી-જાળવી રાખવી... વગેરેનો પરિશ્રમ આપવા રૂપ નુકશાનકારક છે...' વગેરે
સચ્ચિત્તનું મારણ)
(151)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org