________________
ભગવાન પાસે તો ન જ મગાય... એ માટે ભગવદ્ભક્તિ વગેરે તો ન જ કરાય... આવી ભ્રાન્તિ ફેલાયેલી હોવાના કારણે, અચિત્ત્વચિન્તામણી તુલ્ય શ્રી અરિહંત પરમાત્માને પામેલા એવા પણ કેટલાક જૈનો ભૌતિક આવશ્યક્તાઓ ઊભી થઈ હોય તો ભગવાનને છોડીને રાગ-દ્વેષમાં અટવાતા અન્ય દેવ-દેવીની ઉપાસનામાં લાગી જાય છે. આનું એક મહત્ત્વનું કારણ એ છે કે કેટલાક વક્તાઓએ અનધિકારી જીવો સમક્ષ પણ આ બધી વાતો જોરશોરથી કરવા માંડી. નિશ્ચયની વાતો... મોક્ષની વાતો... સોશ્રી ને સુફિયાણી તો લાગે જ... વળી એમાં, વક્તાને “અમે સૂક્ષ્મતત્ત્વ ચિંતન કરનારા... નિશ્ચય-વ્યવહારને ચર્ચનારા... પરિણતિ સુધી પહોંચનારા... ઊંચી વાતો કરનારા...' આવી બધી રીતે અહંકારનું પોષણ થતું હોવાથી અને શ્રોતાને પણ ‘અમે ઊંચી વાતો સાંભળનારા... બીજા બધા તો હજુ એકડિયા ક્લાસમાં છે....’ એ રીતે અહંકારનું પોષણ થતું હોવાથી... તથા, ‘કદાચ તપ-ત્યાગ-ક્રિયા નહીં થાય તો ચાલો... એ તો વ્યવહાર છે. આશય સુધારો-પરિણતિ સુધારો...’ આવી વાતમાં કશું છોડવાનું ન રહેવાથી આવી વાતો ગમે જ. એટલે એનો પ્રચાર ચાલ્યો જેનું ઉપર કહેલું દુષ્પરિણામ આવ્યું.
એક વાત ખાસ સમજવા જેવી છે કે સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના યોગવિષયક વચનો અંગે પણ ‘અવિપ્લેન તહકારો’વિના વિકલ્પે તત્તિ જ કરવાની હોય. પણ એમાં જ આખું જૈનશાસન આવી ગયું છે એવું માની લેવું એ તો દ્વાદશાંગીના અર્થથી ઉદ્ગાતા શ્રી તીર્થંકર ભગવંતો, સૂત્રરચયિતા શ્રી ગણધરો, ને એમની પરંપરામાં થયેલા પ્રકરણાદિ અનેકવિધ ગ્રન્થોના સર્જક સેંકડો ગીતાર્થ મહાત્માઓ.... એ બધાનો અપલાપ કરવા બરાબર છે. દ્વાદશાંગીનો કે એને અનુસરીને રચાયેલા અન્યગ્રન્થોનો વિરોધ થાય એ રીતે તો કોઇ ગ્રન્થપંક્તિઓનો અર્થ કરી ન જ શકાય. આખા જૈન વાઙયમાં ‘ભૌતિક અપેક્ષા ઊભી થઇ છે ? તો એની સફળતા માટે ધર્મ તો ન જ કરાય... ’આવું એક પણ વાક્ય મળતું નથી... ભૌતિક અપેક્ષાથી ધર્મ કરી રહેલા જીવને ગીતાર્થ મહાત્મા વારી રહ્યા હોય, એને ધર્મ કરતો અટકાવ્યો હોય... આવું એકેય દષ્ટાન્ત મળતું નથી... (હા, ધર્મમાં પાછળથી જોડેલી ભૌતિક અપેક્ષા વારવાનો પ્રયાસ કર્યો હોય એવું દૃષ્ટાન્ત મળશે... જેમકે ચિત્રમુનિએ સંભૂતિમુનિને સ્ત્રીરત્નની ઇચ્છા છોડી દેવા ઘણું સમજાવ્યા... પણ તેઓ એ ઇચ્છા છોડવા તૈયાર ન જ થયા.... ત્યારે પણ અનશન અનુષ્ઠાન ત્યાજ્ય નથી
149
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org