________________
ઐહિક કીર્તિ વગેરેની ઇચ્છાથી કે પારલૌકિક સ્વર્ગલોક્ના વૈભવ વગેરેની ઇચ્છાથી કરે છે તેઓનું પણ, મોક્ષાર્થક પ્રતિજ્ઞાપૂર્વક વિહિત એવું આ અનુષ્ઠાન તેનાથી વિપરીત પ્રયોજન માટે કરાઈ રહ્યું હોવાથી વિષ કે ગરમાં અન્તર્ભૂત થતું હોવાના કારણે મહામૃષાવાદનું અનુબન્ધી હોવાથી વિપરીતફલક જ જાણવું.
વિવેચન : જેઓ યોગ્ય મુદ્રા વગેરે જાળવે છે, શુદ્ધ પણે સૂત્રોચ્ચાર કરે છે, એમ અર્થ વગેરેનો માનસ ઉપયોગ જાળવે છે એવા જીવોનું ચૈત્યવન્દન સ્થાનાદિશુદ્ધ કહેવાય. આવું સ્થાનાદિશુદ્ધ અનુષ્ઠાન પણ જો કીર્તિ – લબ્ધિ વગેરે રૂપ ઇહલૌકિક ઇચ્છાથી કરાતું હોય કે પારલૌકિક દેવલોકાદિની વિભૂતિની ઇચ્છાથી કરાતું હોય તો એ વિષઅનુષ્ઠાન કે ગરઅનુષ્ઠાનમાં અન્તર્ભૂત થાય છે. ચૈત્યવન્દનસૂત્રમાં ‘નિરુવસગ્ગવત્તિયાએ’ પદ જે આવે છે તેનો, નિરુપસર્ગ = ઉપસર્ગરહિત સ્થાન = મોક્ષ માટે હું આ કાઉસ્સગ્ગ કરું છું... એવો અર્થ છે. એટલે “ચૈત્યવન્દન શા માટે કરવાનું ? તો કે મોક્ષ માટે ...’ આ રીતે મોક્ષાર્થક પ્રતિજ્ઞાથી ચૈત્યવન્દન વિહિત છે એ જણાય છે. અને તેમ છતાં મોક્ષથી વિપરીત એવા ભૌતિક પ્રયોજનથી એ કરાતું હોય તો એમાં મૃષાવાદ સ્પષ્ટ છે જ, વળી લોકોત્તર છે, માટે મહામૃષાવાદરૂપ છે. તેમજ તેનાથી સચ્ચિત્તનું મારણ-મૂર્ચ્છન થઈ જાય છે, એટલે પુનઃ જ્યાં સુધી સચ્ચિત્ત ઊભું ન થાય ત્યાં સુધી સત્ય અનુષ્ઠાન મળવાનું નથી, અર્થાત્ કૃષાની જ પરંપરા ચાલવાની છે. માટે એ મહામૃષાવાદાનુબન્ધી છે. એટલે આ પણ, મોક્ષમાર્ગ પર પ્રગતિના બદલે પીછેહઠ કરાવનાર હોવાથી વિપરીતફળવાળું છે એ જાણવું.
विषाद्यनुष्ठानस्वरूपं चेत्थमुदपदर्शितं पतञ्जल्याद्युक्तभेदान् स्वतन्त्रेण संवादयता ग्रन्थकृतैव योगबिन्दौ
विषं गरोऽननुष्ठानं तद्धेतुरमृतं परम् ।
गुर्वादिपूजानुष्ठानमपेक्षादिविधानतः ॥ १५५ ॥ विषं स्थावरजङ्गमभेदभिन्नम्, ततो विषमिव विषं, एवं गर इव गरः, परं गरः कुद्रव्यसंयोगजो विषविशेषः, अननुष्ठानं= અનુષ્ઠાનામાસ, તદ્વેતુ:-અનુષ્ઠાનહેતુ:, અમૃત્તમવ અમૃત, અમરળહેતુત્વાત્ અપેક્ષા (ચા:)= इहपरलोकस्पृहा (या:) आदिशब्दादनाभोगादेश्च यद् विधानं = विशेषः, तस्मात् ।
વૃત્તિઅર્થ : પતંજલિ વગેરેએ કહેલા વિષ-ગર વગેરે ભેદોનો સ્વસિદ્ધાન્તની સાથે સંવાદ દર્શાવતા ગ્રન્થકાર શ્રી હરિભદ્રસૂરિ મહારાજે જ યોગબિન્દુમાં વિષાદિ
144
યોગવિંશિકા...૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org