________________
યત્નાતિશયતીવ્રસ્પૃહાનો અભાવસંભવિત છે, અને તેમ છતાં તેમનો આઇચ્છાયોગ શ્રેયસ્કર તો છે જ.
એટલે “સ્થાનાદિમાં પ્રયત્નપરાયણ અને અર્થ-આલંબનની તીવ્રપૃહાવાળા જીવોને પદપરિજ્ઞાન અવશ્ય શ્રેયસ્કર બને છે અને તદ્ધિનને વિકલ્પ શ્રેયસ્કર બને છે” એવી વ્યવસ્થિત વિભાષા અહીં જાણવી. ૧૧
स्थानादियत्नाभावे च तच्चैत्यवन्दनानुष्ठानमप्राधान्यरूपद्रव्यतामास्कन्दन्निष्फलं (विपरीतफलं) वा स्याद्-इति 'लेशतोऽपि स्थानादियोगाभाववन्तो नैतत्प्रदानयोग्या इत्युपदिशन्नाह -
અવતરણિકાર્ય સ્થાનાદિ જાળવવાનો પ્રયત્ન ન હોય તો તે ચૈત્યવન્દન અપ્રાધાન્યરૂપ દ્રવ્યતાને પામતું નિષ્ફળ નીવડે છે કે વિપરીતફળવાળું બને છે. માટે અંશતઃ પણ સ્થાનાદિયોગ ન જાળવનારા જીવો આ ચૈત્યવન્દનાદિસૂત્ર આપવા માટે યોગ્ય નથી એવો ઉપદેશ આપતા ગ્રન્થકાર કહે છે.
વિવેચનઃ અનુપયોગો દ્રવ્યમ્ ન્યાયે દ્રવ્યરૂપતાને પામનારું અનુષ્ઠાન પણ બે પ્રકારે હોય છે. જે ભાવનું કારણ બને તે પ્રધાનદ્રવ્ય... અને ભાવનું કારણ ન બને તે અપ્રધાનદ્રવ્ય. અર્થ અને આલંબનયોગનહોવાના કારણે અનુપયોગ હોવાથી દ્રવ્યરૂપ બનતુંત્યવન્દન પણ જો સ્થાનાદિનો પ્રયત્ન હોય તો એતતુઅનુષ્ઠાન બનતું હોવાથી તતેનું અમૃતઅનુષ્ઠાનનું ભાવ અનુષ્ઠાનનું કારણ બને છે એ વાત આવી ગઈ એટલે એ પ્રધાન દ્રવ્યઅનુષ્ઠાન છે. પણ જો એમાં થોડો પણ સ્થાનાદિયોગને જાળવવાનો પ્રયત્ન ન હોય તો એ ભાવનું કારણ બની શકતું નથી. માટે એ અપ્રધાન દ્રવ્યઅનુષ્ઠાન છે. આવું અપ્રધાન દ્રવ્યઅનુષ્ઠાન કરનારા જીવો ચૈત્યવન્દનાદિસૂત્રોના પ્રદાનને અયોગ્ય છે.
(૧) સેશતોડપિ - આ લેશતઃ' શબ્દ, પૂર્વે જે વ્યવસ્થિતવિભાષા દર્શાવી એનો સૂચક છે. શારીરિક પ્રતિકૂળતાના કારણે જે સ્થાનાદિન જાળવી શકે કે વાચિક પ્રતિકૂળતાના કારણે જે ઊર્ણન જાળવી શકે. અરે... પ્રતિકૂળતા એટલી વિષમ હોય કે જેથી ઇચ્છા હોવા છતાં આંશિક પણ સ્થાન-મુદ્રા જાળવી ન શકે, તો એટલા માત્રથી કાંઈ આ જીવો અયોગ્યરી જતા નથી. સ્થાનાદિ જાળવવાની નિર્દન્મ ઇચ્છા
138
યોગવિશિકા...૧૦-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org