________________
પરિચયમાં આવેલા શ્રોતા માટે તીવ્રભાવે પાપઅકરણ વગેરે લક્ષણો ને એના દ્વારા અપુનર્બન્ધકાદિપણું એનામાં તપાસવા નથી બેસતા. માત્ર એવી કોઇ અયોગ્યતા જણાય તો એને ઉપદેશ આપતા નથી. જો એવી કોઇ અયોગ્યતા ન જણાય તો એને ઉપદેશ આપે જ છે. એ જ રીતે પ્રસ્તુતમાં, સામા જીવમાં એવા કોઇ અપલક્ષણ જણાય કે જેથી ‘આ સ્થાનાદિ અંગે ભારે ઉપેક્ષા કે સૂગવાળો બનરો’ એવી સંભાવના પ્રતીત થાય, તો એને સૂત્ર વગેરે આપે નહીં. પણ જો આવું કાંઇ અયોગ્યત્વ ન જણાય તો, ‘યોગ્ય કેળવણી આપવા પર એ પણ સ્થાનાદિના યત્નવાળો બનશે' એવી સંભાવના – શ્રદ્ધા રાખી એને સૂત્રપ્રદાન કરે જ છે. આ વાત આગળ પણ સ્પષ્ટ થશે. તથા આ પણ સમજવા જેવું છે કે ‘ઇષ્ટપ્રાપ્તિનો નિર્ણય પ્રવર્તક બને અને અનિષ્ટપ્રાપ્તિનો નિર્ણય નિવર્તક અને' એવો નિયમ નથી, પણ ‘ઇષ્ટપ્રાપ્તિની સંભાવના એ પ્રવર્તક ને અનિષ્ટપ્રાપ્તિની સંભાવના એ નિવર્તક' એવો નિયમ છે. એટલે ‘વિવક્ષિત જીવ સ્થાનાદિમાં યત્નવાળો બનશે જ’ એવો નિર્ણય નહીં, પણ એવી સંભાવના માત્રથી ગુરુ સૂત્રપ્રદાન કરી શકે છે. એમ સામો જીવ સ્થાનાદિમાં યત્ન નહીં જ કરી એવો યથાર્થ નિર્ણય પણ છદ્મસ્થ ગુરુ પહેલેથી શી રીતે કરે ? પણ એવી કોઇ અયોગ્યતા નજરે ચઢે તો ‘આ સ્થાનાદિમાં પ્રયત્ન કરે એવી સંભાવના જણાતી નથી....’ એ રીતે સંભાવના કરીને જ એને સૂત્રપ્રઠાન કરતાં અટકે છે એ જાણવું.
“સ્થાનાદિમાં પ્રયત્નશીલ જીવોને પદ્મપરિજ્ઞાન ડેવલ શ્રેયરૂપ જ બને છે આવું જે કહ્યું એમાં પણ વ્યવસ્થિત વિભાષા જાણવી. આશય એ છે કે ‘સંવિગ્નગીતાર્થના વચનમાં અવિકલ્પેન તથાકાર કરવો..’ આવા વચન પરથી એવો અર્થ નથી કરાતો કે *‘સંવિગ્નગીતાર્થના વચનને વિના વિકલ્પે તહત્તિ કરવું. અને તહિત્રના
*અહીં ‘સંવિગ્નગીતાર્થના વચનને વિના વિકલ્પે તહત્તિ કરવું’ એટલે શું ? એ પણ સપ્રસંગ વિચારી લઇએ. વિના વિલ્પે તહુત્તિ કરવું એટલે તેને પ્રમાણ માનીને સ્વીકારવાનું તો છે જ... પણ પોતાનો વિશેષ ક્ષયોપામ હોય તો એ વચનને યથાર્થ ઠેરવે એવી યુક્તિઓ પણ તપાસવી. જો એવી યુક્તિઓ મળે તો એ યુક્તિઓથી પણ એ વાતને દૃઢ કરવી. ક્યારેક વિરુદ્ધ યુક્તિઓ મળે તો, પુરુષવિશ્વાસે વચનવિશ્વાસના બળે, ‘જ્ઞાનાવરણકર્મના ઉદયના કારણે મને આવી યુક્તિઓ ભાસે છે... વસ્તુતઃ આ યુક્તિ નથી પણ યુક્તિઆભાસ છે’ વગેરે વિચારી યુક્તિને પ્રાધાન્ય ન આપવું, પણ આજ્ઞાને જ પ્રાધાન્ય આપવું. આ જ રીતે સ્વાનુભવ અંગે પણ જાણવું. અર્થાત્ સંવિગ્ન ગીતાર્થના વચન અંગે સ્વાનુભવ પણ તપાસવો. સ્વાનુભવસ્વસંવેદન જો વચનાનુસાર હોય તો એ અનુભવને પ્રમાણ માનવો અને એના દ્વારા ગીતાર્થના વચનની દઢતા કરવી. પણ સ્વાનુભવ જો વચન કરતાં વિરુદ્ધ જતો હોય તો પણ વચનને જ પ્રમાણ તરીકે સ્વીકારી
136
યોગવિંશિકા...૧૦-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org