________________
વિવેચન : (૧) ફતરેષાં - અર્થયોગ અને આલંબનયોગવાળા જીવોની વાત આવી ગઈ કે તેઓને સૂત્રપદપરિજ્ઞાન (અવિલંબે કે વિલંબે) અભીપ્સિતફળસંપાદક બને છે. એટલે અહીં ઇતર શબ્દનો ‘આ બન્ને યોગના અભાવવાળા જીવો’ એવો વૃત્તિકારે અર્થ કર્યો છે.
સ્થાન
(૨) સ્થાનાવિવુ - અર્થ - આલંબનયોગના અભાવવાળા આ ઇતરજીવો પણ બે પ્રકારના હોય છે. સ્થાનયોગ-વર્ણયોગમાં પ્રયત્નવાળા અને એના પ્રયત્નવગરના. એમાંથી ગ્રન્થકાર સૌ પ્રથમ પ્રયત્નવાળા જીવોની વાત કરે છે. (=મુદ્રા) અને વર્ણ આ બન્નેની જાણકારી ગુરુઆમ્નાયથી મળે છે. માટે અહીં ‘ગુરુઉપદેશાનુસારેણ’ કહ્યું છે. ગુરુ પાસેથી પોતાને જેવો સંપ્રદાય મળે એ મુજબ સ્થાન-વર્ણ જાળવવામાં, અન્ય ગચ્છની સામાચારીભેદે ભેદ હોય તો પણ, પોતે ગુરુઉપદેશાનુસારે કરે છે માટે એ સ્થાન-વર્ણ ‘વિશુદ્ધ’ જ કહેવાય છે. આમ અહીં સ્વચ્છંદતા અને આપમતિનો નિષેધ કરી ગુર્વાન્નાપારતત્ર્ય પર ભાર મૂક્યો.
=
= કલ્યાણકર
એક બાજુ, વિશુદ્ધસ્થાનાદિનો પ્રયત્ન છે, વળી અર્થ- આલંબનયોગની તીવ્ર સ્પૃહા છે, તો આવા જીવોને ચૈત્યવન્દનસૂત્રનું જ્ઞાન પરં = માત્ર શ્રેયઃ બને છે. અન્યજીવોને પદપરિજ્ઞાન નિષ્ફળ કે વિપરીતફળવાળું પણ બને છે એ વાત આગળ જણાવશે. આવી નિષ્ફળતા કે વિપરીતફલતા રૂપ અશ્રેયસ્કરતા આમાં બિલકુલ નથી, એ હિસાબે પરં-કેવલં=માત્ર શ્રેયસ્કર છે એમ અહીં જણાવ્યું છે. એટલે આવો અર્થ મળ્યો કે ઇતરો = અર્થ-આલંબનયોગના અભાવવાળા પણ જે જીવો સ્થાનાદિમાં પ્રયત્નશીલ છે* ને અર્થ-આલંબનની તીવ્રસ્પૃહાવાળા છે તેઓને
=
*તરેષાં એ પછીબહુવચનાન્ત પદ છે, સ્થાનાવિવુ યત્નવતાં માં પણ પછી બહુવચન છે, વળી સમુચ્ચય કરનાર = વગરે કોઇ શબ્દ વપરાયો નથી, તો સ્થાનાવિğ યત્નવતાં એ તારેવાં નું વિશેષણ જ છે એ સ્પષ્ટ છે. તેમ છતાં, યોગવિંશિકાના વિવેચક વિદ્વાને ‘તેથી સ્થાનાકિયત્નપરાયણ એ ઇતરોનું વિશેષણ નથી એ અર્થ પ્રાપ્ત થાય છે’ઇત્યાદિ જે જણાવ્યું છે તે તેમના ક્ષયોપરામ અંગે ઘણા પ્રશ્નો ખડા કરે છે. વસ્તુતઃ, ઇતરો અર્થ-અલંબનયોગાભાવવાળાજીવો. એ બે પ્રકારના છે. સ્થાનાદિમાં પ્રયત્નશીલ અને સ્થાનાદિમાં પ્રયત્નવિનાના. પદપરિજ્ઞાન આમાંના માત્ર પ્રયત્નશીલજીવોને જ શ્રેયસ્કર છે, પ્રયત્નશૂન્યજીવોને નહીં. એટલે પ્રયત્નશૂન્યજીવોની બાદબાકી કરવા માટે તરેષાં નું સ્થાનાવિવુ યત્નવતાં એવું વ્યાવર્તક વિશેષણ મૂક્યું છે એ જાણવું. એ વિદ્વાને પણ, વ્યાવર્તક વિશેષણથી જે મળી શકે એવો સ્થાનાદિ પ્રયત્નશૂન્યજીવોને પદપરિજ્ઞાન શ્રેયોભૂત નથી એવો જ તાત્પર્યાર્થ તો પાછો સ્વીકાર્યો જ છે. તો એનો ‘વિશેષણ’ તરીકે નિષેધ કરવાની એમને શું જરૂર પડી ? તે સમજાતું નથી.
સ્થાનાદિની શ્રેયોરૂપતા
Jain Education International
For Private & Personal Use Only
133
www.jainelibrary.org