________________
યોગ્યતા હોય કે ન હોય, પણ જો ઉપક્રમ લાગવાનો ન હોય ને તેથી એ અવશ્ય પોતાનું ફળ દેખાડવાનું હોય તો જ એ નિરુપમ કહેવાય. જો આવો અર્થન લઇએ, તો, અલ્પનિકાચિત કર્મ (ઉપાયથી) ઉપમયોગ્ય હોવાના કારણે એને સોપમ માનવું પડે. અને આવા સોપક્રમકર્મની સત્તાવાળો નિરપાયયોગી પણ જો ઉપાયોને અજમાવે નહીં, તો કર્મનો ઉપકમન થવાથી અપાય આવે જ, નિરપાયયોગિતા હણાઈ જાય. પણ, ફળોપધાર્યક્તાની અપેક્ષાએ આ આપત્તિ આવતી નથી, કારણ કે એ અપેક્ષાએ તો એનું કર્મ નિરુપકમ જ હોવાથી એ સાપાયયોગી જ છે.
આમ, ફળોપધાયકતા લીધી એટલે, જેને અપાય આવવાના જ છે, એવા જીવોજ સાપાયયોગી કહેવાશે. માટે દરેક સાપાયયોગીને અપાય આવે જ, એ માર્ગભ્રષ્ટ થાય જ. અને એ દરેકને ફળવિલંબ પણ થાય જ આવું માનવાનું રહેવાથી વાવિત્ શબ્દ કોઈ સાપાયયોગીની બાદબાકી કરનાર છે એવું કહી શકાશે નહીં. અને તેથી એ સ્વરૂપદર્શક બની ગયો.
પ્રશ્નઃ આ રીતે માનવામાં તો એ જ ભવમાં પુનઃ માર્ગે ચઢી મોક્ષ પામી જનારને પણ ફળવિલંબ માનવો આવશ્યક રહેશે. અને એવું માનવા માટે તો આટલા અલ્પ કાળક્ષેપને પણ ‘વિલંબરૂપે માનવો પડવાથી જે નિરપાયયોગી એના કરતાં અધિક કાળે મોક્ષાત્મક ફળ પામશે એને પણ વિલંબે ફળપ્રાપ્તિ કહેવી નહીં પડે?
ઉત્તર? એ કહેવી ન પડે એ માટે માત્ર કાળક્ષેપને અહીં વિલંબ તરીકે ન લેતાં માર્ગભ્રષ્ટતાપ્રયુક્ત કાળક્ષેપ એ વિલંબ એ રીતે અર્થ લેવો. અનેક જન્મ બાદ મોક્ષ પામનાર નિરપાયયોગીને કાળક્ષેપદીર્ઘ હોવા છતાં માર્ગભ્રષ્ટતાપ્રયુક્તન હોવાના કારણે વિલંબ રૂપ નથી. અને તેથી ફળપ્રાપ્તિ અવિલબે જ છે.
આમ વિત શબ્દને બન્ને રીતે લઈ શકાય છે એ જાણવું.
યોગબિન્દુના ૩૭રમા શ્લોકમાં ‘સાપાયયોગ નિરનુબબ્ધ હોય છે અને નિરપાયયોગ સાનુબન્ધ હોય છે એમ જણાવ્યું છે. તથા એના ૩૭૩-૩૭૪ માં શ્લોક પરથી એ જાણવા મળે છે કે આંતરિક રીતે નિરૂપકમ કર્મ એ અપાય છે અને બાહ્ય રીતે એના ઉદયે આવતા ટક-જ્વર કે દિગ્મોહ વિઘ્ન એ અપાય છે. (એમાં પણ મુખ્યતયા દિગ્બોહવિષ્મ એ અપાય છે.)
(130)
યોગવિંશિકા...૧૦-૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org