________________
થોડો પણ કષાય થયો એના મિચ્છામિ દુક્કડ કરવાના... આવી જિનાજ્ઞા છે...' આ રીતે જિનાજ્ઞા મનમાં રમતી હોય.. ને તેથી મિચ્છામિ દુક્કડું બોલતી વખતે પદાર્થ વગેરેનો ઉપયોગ તો ખરો જ, પણ દિલ પણ ખેદ-પશ્ચાત્તાપ-ક્ષમાયાચનાના ભાવો અનુભવે... આ અર્થયોગ છે. આ પ્રમાણે સર્વત્ર યથાયોગ્ય જાણવું.
(૨) આતqનશ - તે તે ઠંડકમાં જેનો અધિકાર ચાલતો હોય એનું પણ અનુસધાન રહ્યા કરવું, એનું પણ આલંબન લઈને ચિત્તની-ઉપયોગની એકાગ્રતા જાળવવી. આ આલંબનયોગ છે. ચૈત્યવન્દનમાં પ્રથમદંડકમાં વિવક્ષિત ( જેમના સાન્નિધ્યમાં આરાધના ચાલી રહી છે તે) તીર્થંકરદેવ, બીજા દંડકમાં સર્વ (eત્રણે લોકમાં રહેલા જિનબિંબો) તીર્થંકરદેવો, ત્રીજા દંડકમાં દ્વાદશાંગીમય પ્રવચન અને ચોથા દંડક દરમ્યાન સમ્યગ્દષ્ટિ એવા શાસનના અધિષ્ઠાયક દેવો આલંબન તરીકે હોય છે.
શંકા - પ્રણિપાતદંડક સૂત્ર (શકસ્તવ), ચૈત્યસ્તવ, નામસ્તવ, શ્રુતસ્તવ અને સિદ્ધસ્તવ.. આમ દંડક પાંચ છે. તો અહીં કેમ ચાર જ દંડકની વાત કરી છે?
સમાધાન - આ ગ્રન્થમાં આગળ તેરમી ગાથામાં દેશવિરત અને સર્વવિરત જીવો જ શા માટે ચૈત્યવન્દનના અધિકારી છે? એ જણાવવા માટે “અખાણું વોસિરામિ’ એવી કાઉસ્સગ્નની પ્રતિજ્ઞા આ વિરતિધર જીવોને જ સંભવે છે વગેરે જણાવ્યું છે. એમદસમી ગાથામાં પણ અરિહંત ચેઇઆણ કરેમિકાઉસ્સગ્ગ' વગેરેને ચૈત્યવન્દનદંડક તરીકે જણાવેલ છે. એટલે જણાય છે કે અહીં કાઉસ્સગ્નની મુખ્યતા અભિપ્રેત છે. અને કાઉસ્સગ્મચાર આવે છે, માટે અહીંચાર ઠંડક કહ્યા હોવા જોઇએ. આ કલ્પના ઉચિત પણ એટલા માટે લાગે છે કે પાંચ દંડકમાં છેલ્લું સિદ્ધસ્તવ હોવા છતાં અહીં છેલ્લા દંડકમાં સિદ્ધભગવંતોને આલંબન તરીકે ન કહેતાં, છેલ્લો કાઉસગ્ગ વૈયાવૃત્ય કરનાર દેવોના સ્મરણ માટે હોવાના કારણે શાસનાધિષ્ઠાયક સમ્યગ્દષ્ટિદેવોને જ આલંબન તરીકે કહ્યા છે.
(૩) તદ્યોતિ:... આમ તો, ‘અર્થ અને આલંબન યોગવાળા જીવને પદપરિજ્ઞાન અવિપરીત નીવડે છે. આ જ તોગવતઃ પદથી મળતો સીધો અર્થ છે, ને ગ્રન્થકારને અભિપ્રેત પણ છે. કારણકે આગળ ‘ઇતર તરીકે = તોગવાથી ભિન્ન તરીકે “અર્થ-આલંબનયોગના અભાવવાળા જીવો જ લીધા છે. છતાં વૃત્તિકારે ચાર આલંબનો
(123)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org