________________
સંસ્કારરૂપે રહ્યા છે કે નહીં ? એ શી રીતે જણાય ?
સમાધાન - જ્યારે કોઇ શ્રોતા વગેરે ચાલના કરે તો ત્યારે તરત જ એનું પ્રત્યવસ્થાન ઉપસ્થિત થઈ જાય... એમ શિષ્યની બુદ્ધિનો વિકાસ વગેરે પ્રયોજન હોય ત્યારે આવશ્યક્તાનુસાર ‘જો અહીં આવી શંકા ઊઠાવી શકાય અને એનું આવું સમાધાન કરી શકાય’ વગેરે તરત ઉપસ્થિત થઈ જાય... તો સમજવું કે વાક્યાર્થ વગેરે સંસ્કારરૂપે ચાલુ જ છે. (અહીં પણ સમજવું કે આ રીતે અર્થના અનુસન્માનપૂર્વક સૂત્રોચ્ચાર કરવાની ઇચ્છા જાગે ને એ માટે કંઇક પણ પ્રયત્ન થાય ત્યારથી ઇચ્છાભેઠે અર્થયોગ શરુ થઈ જાય છે. પછી આગળ-આગળ પ્રવૃત્તિ વગેરે ભેદે અર્થયોગ યથાયોગ્ય આવે છે. આવું જ આલંબનયોગ માટે પણ જાણવું.) સર્વત્ર, ‘જિનાજ્ઞા ધર્મે સારઃ’ આવો એપર્યાર્થ ભાસતો રહેવાથી સાધક સૂત્રોક્ત સ્થાન-ઊર્ણ વગેરેને જાળવવામાં સૂક્ષ્મ-સુક્ષ્મતર કાળજીવાળો બનતો રહે છે, દરેક વખતે એની ઝીણી ઝીણી કાળજી જાળવવામાં પણ એને ક્યારેય કંટાળો આવતો નથી, શ્રી જિનવચનો પર ને એના દ્વારા શ્રી જિનેશ્વરો પર બહુમાન વધતું રહેવાથી ક્ષયોપશમ વધતો રહેવાના કારણે પણ આ બધું સહજ-સરળ બનતું જાય છે, તેમજ વિવક્ષિત તીર્થંકર, સર્વે તીર્થંકરો વગેરે આલંબનો પ્રત્યે વધારે આવર્જિત થવાથી આલંબનયોગ પણ સહજશક્ય બને છે.
અહીં આ ધ્યાનમાં રાખવું કે, પ્રારંભકાળે મુદ્રા જાળવવામાં (સ્થાનયોગમાં) ક્યાં ખામી ન આવી જાય... તેનો તેમજ સ્વર-માત્રા વગેરેની શુદ્ધિ જાળવવામાં (ઊર્ણયોગમાં) ક્યાંય ચાશ ન રહી જાય... તેનો સતત ખ્યાલ રાખવા રૂપ ઉપયોગ સૂત્રદરમ્યાન રહેતો હોય છે. પણ આ ‘અર્થયોગ’ તરીકે અભિપ્રેત નથી. (અભ્યસ્તદશામાં કાયા ને વચન એવા કેળવાઈ ગયા હોય છે કે આ બે માટે વિશેષ ઉપયોગની જરૂર પણ હોતી નથી.) એમ ‘નમો અરિહંતાણં’ ખોલતી વખતે ‘હું અરિહંતોને નમસ્કાર કરું છું” આવો શબ્દાર્થ જે મનમાં આવે એને સામાન્ય અર્થયોગ કહી શકાય. પણ એ અહીં ‘અર્થયોગ’ તરીકે મુખ્ય રીતે અભિપ્રેત નથી, કારણકે આ તો માત્ર ભાષાન્તર છે. પણ એ ખોલતી વખતે શ્રી અરિહંતો ઉપસ્થિત થાય ને દિલ એમના પ્રત્યે પ્રશ્નીભાવ અનુભવે. ‘મિચ્છામિ દુક્કડં’ બોલતી વખતે, ‘મારી ભૂલ છે નહીં, તો હું શાનો મિચ્છામિ દુક્કડં કહું ?’ આવો વિચાર ન આવતાં, ‘ભૂલ હોય કે ન હોય,
યોગવિંશિકા....૧૦-૧૧
122
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org