________________
ऽधिकृततीर्थकृद्, द्वितीये सर्वे तीर्थकृतः, तृतीये प्रवचनम्, चतुर्थे सम्यग्दृष्टि: शासनाधिष्ठायक इत्यादि, `तद्योगवतः = तत्प्रणिधानवत: प्राय: = बाहुल्येन 'अविपरीतं तु = अभीप्सितपरमफलसम्पादकमेव, अर्थालम्बनयोगयोर्ज्ञानयोगतयोपयोगरूपत्वात् तत्सहितस्य चैत्यवन्दनस्य भावचैत्यवन्दनत्वसिद्धेः, भावचैत्यवन्दनस्य चामृतानुष्ठानरूपत्वेनावश्यं निर्वाणफलत्वादिति भावः ।
વૃત્તિઅર્થ : આ = ચૈત્યવન્દનદંડકના પદનું પરિશુદ્ધ પદજ્ઞાન, અર્થ = ઉપદેશપદ ગ્રન્થમાં પ્રસિદ્ધ એવા પદાર્થ-વાક્યાર્થ-મહાવાક્યાર્થ અને ઐકંપર્યાર્થ થી પરિશુદ્ધ એવું જ્ઞાન, આલંબન = પ્રથમ ઠંડકમાં અધિકૃત તીર્થંકરદેવ, બીજા ઠંડકમાં બધા તીર્થંકર ભગવંતો, ત્રીજામાં પ્રવચન, ચોથામાં સમ્યગ્દષ્ટિ શાસનદેવ.... વગેરે (આલંબન છે). તેના યોગવાળા જીવને = અર્થ અને આલંબનના પ્રણિધાનવાળા સાધકને (આ પરિશુદ્ધ પદજ્ઞાન) પ્રાયઃ કરીને = બહુલતાએ ‘અવિપરીત નીવડે છે, અર્થાત્ અભીપ્સિત એવા પરમફળનું એ સંપાદક બને જ છે. કારણ કે અર્થયોગ અને આલંબનયોગ જ્ઞાનયોગરૂપ હોવાથી તેનાથી (અર્થ-આલંબનયોગથી) યુક્ત એવું ચૈત્યવન્દન ભાવ ચૈત્યવન્દન તરીકે સિદ્ધ થાય છે. અને ભાવચૈત્યવન્દન તો અમૃતાનુષ્ઠાનરૂપ હોવાથી અવશ્ય નિર્વાણફલક હોય છે. આ પ્રમાણે અહીં ભાવ જાણવો.
વિવેચન : યોગનો અધિકારી જીવ ક્રિયાના આસ્તિક્યવાળો છે (અર્થાત્ ઉચિત પ્રબળ શ્રદ્ધાવાળો છે). એટલે એને સ્થાનયોગ ને ઊર્ણયોગની જાણકારી મળવા પર સ્વયં એ કેળવવાની ઇચ્છા જાગે જ. ને તેથી એ માટે એ ક્રમશઃ યથાઉલ્લાસ, યથાશક્તિ ને યથાવિહિત સાધવા માટે પ્રયત્નશીલ બને જ. આવો પુનઃ પુનઃ પ્રયત્ન કરવાથી એનો પણ ક્ષયોપશમ ખીલે છે, ને એ પણ યથોચિત મુદ્રા જાળવતો થાય છે. તેમજ ઉદાત્ત-અનુદાત્ત વગેરે સ્વરની જાળવણી-સંપદાની જાળવણી.... વગેરે પૂર્વક પરિશુદ્ધ પદોચ્ચાર સ્વયં કરતો થાય છે. આ બન્ને યથાઉલ્લાસ કે યથાશક્તિ હોય ત્યાં સુધી ઇચ્છાભેદના સ્થાન-ઊર્ણયોગને તે પામે છે. ને અંગસાકલ્ય ભળતાં યથાવિહિત કરવા માંડે ત્યારથી પ્રવૃત્તિ ભેઠના આ બન્ને યોગને પણ એ પામે છે.
(૧) અર્થ :- વળી, સૂત્રપોરિસી પછી અર્થપોરિસી... એ ન્યાયે ગુરુ યોગ્ય શિષ્યને સૂત્ર આપ્યા બાદ એના અર્થ પણ આપે છે. એમાં તે તે પદનો જે સીધેસીધો
યોગવિંશિકા...૧૦-૧૧
120
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org